સક્ષમ સતમંડળ દ્રારા નિયમો બનાવવાની સતા - કલમ:૨૮

સક્ષમ સતમંડળ દ્રારા નિયમો બનાવવાની સતા

(૧) આ કાયદાની જોગવાઇઓને અમલમાં લાવવા માટે સક્ષમ સતામંડળ ઓફિશ્યલ ગેઝેટમાં જાહેરનામા દ્વારા નિયમો બનાવી શકશે. (૨) ઉપર જણાવેલી સતાની સામાન્યતાનાં પૂવૅગ્રહ વગર અને ખાસ કરીને નીચે જણાવેલી બાબતો પૈકીનો કોઇપણ અથવા બધા માટે એવા નિયમો પુરા પાડશે જેમ કે (૧) કલમ ૪ની પેટા કલમ ૪ અંતગૅત ફેલાવો કરવા માટેની સામગ્રીના છપાઇની પડતર અથવા માધ્યમની પડતર કિંમત (૨) કલમ ૬ ની પેટા કલમ (૧) હેઠળ ચુકવવાપાત્ર થતો ફી (૩) કલમ ૭ ની પેટા કલમ (૧) હેઠળ ચુકવવાપાત્ર થતી ફી (૪) અન્ય કોઇપણ બાબત કે જે સૂચવવી જરૂરી હોય અથવા સૂચવવામાં આવી હોય