મુશ્કેલીઓ દૂર કરવાની સતા
(૧) આ કાયદા અંતગૅતની જોગવાઇઓને અસરકૉ માટે જે કોઇ મુશ્કેલી ઉદભવે તો તેવી મુશ્કેલીઓ દૂર કરવા જરૂરી જણાય યા ઉપયોગી થાય તેવી પરંતુ કાયદાની જોગવાઇઓથી વિસંગત ન હોય તેવી જોગવાઇઓ કેન્દ્ર સરકાર ઓફિશ્યલ ગેઝેટમાં હુકમ પ્રસિધ્ધ કરીને કરી શકશે. જોગવાઇ કરવામાં આવી છે કે આ કાયદાના આરંભની તારીખથી બે વષૅના સમયગાળો સમાપ્ત થયા પછી આવો કોઇ આદેશ કરી શકાશે નહી. (૨) ઉપરોકત કલમથી કરાયેલો દરેક હુકમ તે કયૅ બાદ વહેલામાં વહેલી તકે સંસદના દરેક ગૃહ સમક્ષ રજુ કરવાનો રહેશે.
Copyright©2023 - HelpLaw