આતંકવાદી કૃત્ય અને સંગઠિત ગુના માટે શિક્ષા - કલમ:૩

આતંકવાદી કૃત્ય અને સંગઠિત ગુના માટે શિક્ષા

(૧) આતંકવાદી કૃત્ય અથવા સંગઠિત ગુનાનો કોઇ અપરાધ કરે તે વ્યકિત (૧) આવો ગુનો કોઇપણ વ્યકિતના મૃત્યુમાં પરિણામે તો શિક્ષાઃ- (( મૃત્યુદંડ અથવા આજીવન કેદની શિક્ષાને પાત્ર થશે અને દસ લાખ રૂપિયા કરતાં ઓછા નહિ તેટલા દંડને પણ પાત્ર થશે.)) (૨) બીજા કોઇ કિસ્સામાં શિક્ષાઃ- (( પાંચ વષૅ કરતા ઓછી નહિ તેટલી મુદતની પણ આજીવન કેદ સુધીની શિક્ષાને પાત્ર થશે અને પાંચ લાખ રૂપિયા કરતા ઓછા નહિ તેટલા દંડને પણ પાત્ર થશે. )) (૨) જે કોઇ વ્યકિત આતંકવાદી કૃત્ય અથવા સંગઠિત ગુનો અથવા કોઇ આતંકવાદી કૃત્ય અથવા સંગઠિત ગુનાની પૂવૅતૈયારીરૂપ કોઇ કૃત્ય આચરવાનું ષડયંત્ર કરે અથવા આતંકવાદી કૃત્ય અથવા સંગઠિત ગુનો કે તેની પૂવૅ પૂવૅતૈયારીરૂપ કોઇ કૃત્ય આચરવાનો પ્રયાસ કરે અથવા તેને સમથૅન આપે દુપ્રેરણ કરે અથવા આચરવા માટે જાણીબૂઝીને સરળતા કરી આપે તે શિક્ષાઃ- (( પાંચ વષૅ કરતાં ઓછી નહિ તેટલી પણ આજીવન કેદ સુધીની મુદત માટેની શિક્ષાને પાત્ર થશે અને પાંચ લાખ રૂપિયા કરતા ઓછા નહિ તેટલા દંડની શિક્ષાને પણ પાત્ર થશે. )) (૩) જે કોઇ વ્યકિતએ ઇરાદાપૂર્વક કોઇ આતંકવાદી કૃત્યનો ગુનો કર્યો હોય તેવી કોઇ વ્યક્તિને અથવા સંગઠિત ગુના સિન્ડિકેટના કોઇપણ સભ્યને આશ્રય આપે અથવા છુપાવે અથવા આશ્રય આપવાનો અથવા છુપાવવાનો પ્રયત્ન કરે તે શિક્ષા:- (( પાંચ વષૅ કરતો ઓછી નહિ તેટલી પણ આજીવન કેદ સુધીની મુદત માટેની શિક્ષાને પાત્ર થશે અને પાંચ લાખ રૂપિયા કરતા ઓછા નહિ તેટલા દંડની શીક્ષાને પાત્ર થશે. )) (૪) સંગઠિત ગુના સિન્ડિકેટની સભ્ય હોય તેવી કોઇપણ વ્યકિત શિક્ષાઃ- (( પાંચ વષૅ કરતા ઓછી નહિ તેટલી પણ આજીવન કેદ સુધીની મુદત માટેની શિક્ષાને પાત્ર થશે અને પાંચ લાખ રૂપિયા કરતાં ઓછા નહિ તેટલા દંડની શિક્ષાને પણ પાત્ર થશે. )) (૫) જે કોઇ વ્યકિત આતંકવાદી કૃત્ય અથવા સંગઠિત ગુનો કમૅથી મળેલ અથવા મેળવેલ અથવા સંગઠિત ગુના સિન્ડિકેટના ફંડ મારત સંપાદિત કરેલ હોય તેવી કોઇપણ મિલકત ધરાવે તે શિક્ષાઃ- (( ત્રણ વષૅ કરતા ઓછી નહિ તેટલી પણ આજીવન કેદ સુધીની મુદત માટેની શિક્ષાને પાત્ર થશે અને બે લાખ રૂપિયા કરતા ઓછા નહિ તેટલા દંડની શિક્ષાને પણ પાત્ર થશે.))