વિશેષ કોર્ટ - કલમ:૫

વિશેષ કોર્ટ

(૧) રાજય સરકાર ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની સમતિથી રાજયમાં જાહેરનામાંથી જાહેરનામામાં નિર્દિષ્ટ કરવામાં આવે તેવા વિસ્તાર અથવા વિસ્તારો માટે અથવા તેવા કેસ અથવા કેસોના વગૅ અથવા જૂથ માટે એક અથવા વધારે વિશેષ કોર્ટેની રચના કરી શકશે. (૨) કોઇપણ વિશેષ કોર્ટની હકૂમતના સબંધમાં પ્રશ્ન કોઇ ઉપસ્થિત થાય તો તે રાજય સરકારને લખી જણાવવો જોઇશે કે જેનો નિણૅય આ બાબતમાં આખરી ગણાશે. (૩) રાજય સરકારે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની સમંતિથી નીમવાના ન્યાયાધીશશ વિશેષ કોટૅના અધ્યક્ષ સ્થાને રહેશે. (૪) રાજય સરકાર ગુજરાત હાઇકોટૅના મુખ્ય ન્યાયમૂતિની સમંતિથી વિશેષ કોટૅની હકૂમત વાપરવા માટે વધારાના ન્યાયાધીશો પણ નીમી શકશે. (૫) કોઇપણ વ્યકિત વિશેષ કોટૅના ન્યાયાધીશ અથવા વધારાના ન્યાયાધીશ તરીકેની નિમણૂક માટે આવી નિમણૂકની શરત પહેલા તે અનુક્રમે સેશન્સ ન્યાયાધીશ અથવા વધારાના સેશન્સ ન્યાયાધીશ હોય તે સિવાય લાયક ગણાશે નહિ. (૬) વિશેષ કોટૅમાં કોઇપણ વધારાના ન્યાયાધીશ અથવા વધારાના ન્યાયાધીશો નિમાયેલ હોય ત્યારે વિશેષ કોટૅના ન્યાયાધીશ વખતો વખત લેખિતમાં સામાન્ય અથવા ખાસ હુકમથી વિશેષ કોટૅના કામકાજની પોતાની અને વધારા ન્યાયાધીશ અથવા વધારાના ન્યાયાધીશો વચ્ચે ફાળવણી કરવા માટેની અને તેમની અથવા કોઇ વધારાના ન્યાયાધીશની ગેરહાજરીના પ્રસંગે તાકીદના કામકાજના નિકાલ માટે પણ જોગવાઇ કરી શકશે.