બીજા ગુનાના સબંધમાં વિશેષ કોર્ટની સતા
(૧) આ અધિનિયમ હેઠળ શિક્ષાપાત્ર કોઇપણ ગુનાની ઇન્સાફી કાયૅવાહી કરતી વખતે વિશેષ કોટૅ કોઇ ગુનો એવા બીજા ગુના સાથે સંકળાયેલ હોય તો આરોપી પર જે આરોપ મૂકવામાં આવ્યો હોય તેની સામે અધિનિયમ હેઠળ જે રીતે ઇન્સાફી કાયૅવાહી કરી શકાય તેવી જ ઇન્સાફી કાયૅવાહી આવા બીજા ગુના માટે પણ કરી શકશે. (૨) આ અધિનિયમ હેઠળ કોઇ ગુનાની કોઇપણ ઇન્સાફી કાયૅવાહી દરમ્યાન વિશેષ કોટૅને એમ જણાય કે આ અધિનિયમ હેઠળ અથવા બીજા કોઇપણ કાયદા હેઠળનો કોઇપણ ગુનો આરોપીએ કરેલ છે તો તે આવા બીજા ગુના માટે આવી વ્યકિતને દોષિત ઠરાવી શકશે અને આ અધિનિયમ અથવા યથાપ્રસંગ આવા બીજા કાયદા હેઠળ અધિકૃત કરેલી કોઇપણ સજા કરી શકશે અથવા શિક્ષાનો ચુકાદો આપી શકશે.
Copyright©2023 - HelpLaw