પબ્લિક પ્રોસિકયુટર
(૧) રાજય સરકાર દરેક વિશેષ કોટૅ માટે કોઇ વ્યકિતને પબ્લિક પ્રોસિકયુટર તરીકે નિમશે અને એક અથવા વધારે વ્યકિતઓને વધારાના પબ્લિક પ્રોસિકયુટર તરીકે નીમી શકશે અને કોઇપણ કેસ અથવા કેસોના વર્ગ અથવા જૂથ માટે ખાસ પબ્લિક પ્રોસિકયુટર પણ નીમી શકશે. (૨) કોઇ વ્યકિતએ ઓછામાં ઓછા દસ વષૅ માટે એડવોકેટ તરીકે પ્રેકટિસ કરેલ હોય તે સિવાય તે પબ્લિક પ્રોસિકયુટર વધારાના પબ્લિક પ્રોસિકયુટર અથવા ખાસ પબ્લિક પ્રોસિકયુટર તરીકે નિમાવા માટે લાયક ગણાશે નહિ. (૩) આ કલમ હેઠળ પબ્લિક પ્રોસિકયુટર અથવા વધારાના પબ્લિક પ્રોસિકયુટર અથવા ખાસ પબ્લિક પ્રોસિકયુટર તરીકે નિમાયેલ દરેક વ્યકિત અધિનિયમની કલમ ૨ના ખંડ (ભ) ના અથૅ મુજબ પબ્લિક પ્રોસિકયુટર હોવાનું ગણાશે અને તે અધિનિયમની જોગવાઇઓ તદનુસાર અમલમાં રહેશે.
Copyright©2023 - HelpLaw