વિશેષ કોર્ટની કાર્યરીતિ અને સતા
(૧) કલમ ૨૨ની જોગવાઇઓને અધીન રહીને વિશેષ કોર્ટે આરોપીએ ગુનો કર્યો હોય તે સિવાય આવો ગુનો બનતી હકીકતોની ફરિયાદ મળ્યુ અથવા આવી હકીકતોનો પોલીસ રિપોર્ટ મળ્યે કોઇ ગુનાની ઇન્સાફી કાર્યવાહી માટે ન્યાયિક નોંધ લઇ શક્શે. (૨) વિશેષ કોર્ટ દ્રારા ઇન્સાફી કાયૅવાહી કરવા પાત્ર કોઇ ગુનો ત્રણ વષૅથી વધુ નહિ તેટલી મુદત સુધીની કેદની અથવા દંડની અથવા બંને શિક્ષાને પાત્ર હોય ત્યારે વિશેષ કોટૅ અધિનિયમની કલમ ૨૬૦ ની પેટા કલમ (૧) અથવા કલમ ૨૬૨માં ગમે તે મજકૂર હોય તેમ છતા તે અધિનિયમમાં ઠરાવેલી કાયૅરીતિ અને આવી ઇન્સાફી કાયૅવાહીને લાગુ પડે છે તેટલે સુધી તે અધિનિયમની કલમ ૨૬૩ થી ૨૬૫ ની જોગવાઇઓ અનુસાર સંક્ષિપ્ત ઇન્સાફી કાયૅવાહી કરી શકશે. પરંતુ આ પેટા કલમ હેઠળની સંક્ષિપ્ત ઇન્સાફી કાયૅવાહી દરમ્યાન વિશેષ કોટૅને એમ જણાય કે કેસનો પ્રકાર એવો છે કે તેની સંક્ષિપ્ત રીતે ઇન્સાફી કાયૅવાહી કરવી ઇચ્છનીય નથી તો વિશેષ કોટૅ જેમને તપાસી શકાય તેવા સાક્ષીઓને પાછા બોલાવશે અને આવા ગુનાની ઇન્સાફી કાર્યવાહી માટે અધિનિયમની જોગવાઇઓથી જોગવાઇ કરેલી રીતે કેસની ફેરસુનાવણી કરવા આગળ વધશે અને સદરહુ જોગવાઇઓ જે રીતે મેજિસ્ટ્રેટ અને તેમના સબંધમાં લાગુ પડે છે તેમ વિશેષ કોર્ટ અને તેના સબંધમાં લાગુ પડશે. વધુમાં આ કલમ હેઠળ સંક્ષિપ્ત ઇન્સાફી કાયૅવાહીમાં કોઇપણ ગુના સાબિતીના કિસ્સામાં બે વર્ષે કરતા વધુ નહિ તેટલી મુદતની કેદની સજા કરવાનું વિશેષ કોર્ટ માટે કાયદેસર ગણાશે. (૩) આ અધિનિયમની બીજી જોગવાઇઓને અધીન રહીને કોઇ ગુનાની ઇન્સાફી કાર્યવાહીના હેતુ માટે વિશેષ કોર્ટને સેશન્સ કોર્ટની તમામ સતા રહેશે અને સેશન્સ કોર્ટે સમક્ષ ઇન્સાફી કાયૅવાહી કરવા માટે અધિનિયમમાં ઠરાવેલી કાયૅરીતિ અનુસાર હોય તેટલે સુધી જાણે કે પોતે સેશન્સ કોર્ટે હોય તેમ આવા ગુનાની ઇન્સાફી કાયૅવાહી કરશે.
Copyright©2023 - HelpLaw