વચગાળાની જોગવાઇઓ અને અનિણિત કાયૅવાહીઓની તબદીલી - કલમ:૧૨

વચગાળાની જોગવાઇઓ અને અનિણિત કાયૅવાહીઓની તબદીલી

(૧) અધિનિયમમાં ગમે તે મજકૂર હોય તેમ છતા આ અધિનિયમ હેઠળ શિક્ષાપાત્ર કોઇ ગુનાના કિસ્સામાં કલમ ૫ હેઠળ વિશેષ કોટૅ રચવામાં આવી હોય તે સિવાય આ અધિનિયમથી વિશેષ કોટૅને મળેલી હકૂમત જયાં આવો ગુનો કરવામાં આવ્યો હોય તે ડિવિઝનની સેશન્સ કોટૅ ધરાવશે અને તેને આ અધીનિયમ હેઠળ જોગવાઇ કર્યું। પ્રમાણેની તમામ સતા રહેશે અને આ અધિનિયમમાં જોગવાઇ કયૅ પ્રમાણેની કાયૅરીતિ અનુસરશે (૨) કલમ ૫ હેઠળ વિશેષ કોટૅની રચના કરવામાં આવે તે તારીખે અને તે તારીખથી વિશેષ કોટૅ સમક્ષ ચાલવા જોઇએ તેવા આ અધિનીયમની જોગવાઇઓ હેઠળની દરેક ઇન્સાફી કાયૅવાહી વિશેષ કોટૅની રચના કરવામાં આવે તે તારીખે અને તે તારીખથી વિશેષ કોટૅમાં તબદીલ થશે.