(સંદેશાવ્યવહાર) આંતરીને ભેગા કરેલા પુરાવાની ગ્રાહ્યતા
આ અધિનિયમમાં અથવા તત્સમયે અમલમાં હોય તેવા બીજા કોઇ કાયદામાં ગમે તે મજકૂર હોય તેમ છતા બીજા કોઇ કાયદાની જોગવાઇઓ હેઠળ તાર ઇલેકટ્રોનિક અથવા મૌખિક સંદેશાવ્યવહાર મારફત ભેગા કરેલા પુરાવા કેસની ઇન્સાફી કાયૅવાહી દરમ્યાન કોટૅમાં આરોપી સામે પુરાવા તરીકે ગ્રાહ્ય રહેશે. પરંતુ ઇન્સાફી કાયૅવાહી સુનાવણી અથવા કાયૅવાહીના ઓછામાં ઓછા દસ દિવસ પહેલા જેના હેઠળ આંતરવાની બાબતને અધિકૃત અથવા માન્ય કરવામાં આવી હોય તેવા સબંધિત સતાધિકારીના હુકમની નકલ દરેક આરોપીને પૂરી પાડવામાં આવેલી હોય તે સિવાય આંતરેલા કોઇ તાર ઇલેકટરોનિક અથવા મૌખિક સંદેશાવ્યવહારની વિષયવસ્તુ અથવા તેમાંથી મેળવેલા પુરાવા પુરાવા તરીકે મેળવવા જોઇશે નહિ અથવા અન્યથા કોઇ કોટૅમાં ઇન્સાફી કાર્યવાહી સુનાવણી અથવા અન્ય કાયૅવાહી દરમ્યાન પ્રગટ કરવા જોઇશે નહિ. વધુમાં ગુના અંગે ઇન્સાફી કાયૅવાહી કરતાં ન્યાયાધીશ એવા તારણ પર આવે કે ઇન્સાફી કાયૅવાહી સુનાવણી અથવા કાયૅવાહીના દસ દિવસ પહેલા આરોપીને ઉપયુકત માહિતી પૂરી પાડવાનુ શકય ન હોય અને આવી માહિતી મેળવવામાં વિલંબ થવાથી આરોપીના હિતને બાધ આવે તેમ ન હોય તો ન્યાયાધીશ દસ દિવસની મુદત જતી કરી શકશે.
Copyright©2023 - HelpLaw