પુરાવાના ખાસ નિયમો
(૧) અધિનિયમમાં અથવા ભારતના પુરાવા અધિનિયમ ૧૮૭૨માં ગમે તે મજકૂર હોય તેમ છતા આ અધિનિયમ હેઠળના ગુના અથવા તેની સાથે સંકળાયેલા ગુનાની ઇન્સાફી કાયૅવાહી અને શિક્ષાના હેતુઓ માટે કોટૅ નીચેની બાબતોને સાબિતી પૂરી પાડનાર હકીકત તરીકે ધ્યાનમાં લઇ શકશે.
(એ) આરોપીની અટકાયત થઇ હતી અને સક્ષમ સતાધિકારીએ નિવારક અટકાયતને લગતાં કોઇ કાયદા હેઠળ કોઇ સક્ષમ કોર્ટનો હુકમ હોય તો તેને આધિન રહીને એવી અટકાયતને બહાલી આપેલ હતી અથવા (બી) અગાઉના કોઇપણ પ્રસંગે આ અધિનિયમની જોગવાઇઓ હેઠળ આરોપી ઉપર કામ ચલાવવામાં આવ્યું હતુ. (૨) એવું સાબિત થાય કે કોઇ આતંકવાદી કૃત્ય અથવા સંગઠિત ગુનામાં સંડોવાયેલી કોઇ વ્યકિત અથવા તેના વતી કોઇ વ્યકિત જેનો તે સંતોષકારક રીતે હિસાબ આપી શકે નહિ તેવી સ્થાવર અથવા જંગમ મિલકતનો કબજો ધરાવતી હોય અથવા કોઇપણ સમયે ધરાવેલ હોય ત્યારે તેથી વિરૂધ્ધનું કોઇપણ સાબિત થયેલ હોય તે સિવાય વિશેષ કોટૅ એમ માની લેશે કે તેણે આવી મિલકત અથવા નાણાકીય સ્ત્રોત તેની ગેરકાયદેસ પ્રવૃતિઓથી સંપાદિત કરેલ છે અથવા મેળવેલ છે. (૩) આરોપીએ અપહરણ કર્યું છે અથવા કોઇ વ્યકિતને ભોળવીને ભગાડી જવામાં આવી છે એમ સાબિત થાય ત્યારે વિશેષ કોર્ટે તે બાનની રકમ માટે થયેલ છે એમ માની લેશે.
Copyright©2023 - HelpLaw