પોલીસ અધિકારી સમક્ષ કરેલ અમુક કબૂલાત વિચારણામાં લેવા બાબત - કલમ:૧૬

પોલીસ અધિકારી સમક્ષ કરેલ અમુક કબૂલાત વિચારણામાં લેવા બાબત

(૧) અધિનિયમમાં અથવા ભારતના પુરાવા અધિનિયમ ૧૮૭૨ માં ગમે તે મજકૂર હોય તેમ છતા પણ આ કલમની જોગવાઇઓને અધીન રહીને પોલીસ અધિક્ષકના દરજજાથી ઊતરતા દરજજાના ન હોય એવા પોલીસ અધિકારી સમક્ષ અથવા જે વિસ્તારો માટે રાજય સરકારે પોલીસ કમિશ્નરની નિમણૂક કરી હોય તે વિસ્તારો માટે પોલીસ અધિક્ષકના દરજજાથી ઊતરતા દરજજાના ન હોય એવા પોલીસ અધિકારી સમક્ષ વ્યક્તિએ કરેલ કબૂલાત અને એવા પોલીસ અધિકારીએ લેખિતમાં અથવા કેસેટ ટે અથવા સાઉન્ડ ટ્રેક જેવા કોઇ યાંત્રિક અથવા ઇલેકટ્રોનિક સાધનો જેમાંથી અવાજ અથવા ચિત્રો ફરીથી સાભળી કે જોઇ શકાય એમ હોય તેના પર રેકડૅ કરેલ હોય તો તે એવા આરોપી સહ આરોપી ગુના સહાયક અથવા કાવતરાખોરની ઇન્સાફી કાર્યવાહી માટે આ અધિનિયમની જોગવાઇઓ હેઠળ ગુના માટે ગ્રાહ્ય ગણાશે, પરંતુ આરોપી સાથે તે જ કેસમાં સહ આરોપી ગુના સહાયક અથવા કાવતરાખોર પર આરોપ મૂકવામાં આવ્યો હોવો જોઇએ અને ઇન્સાફી કાર્યવાહી કરેલી હોવી જોઇએ. (૨) પેટા કલમ (૧) હેઠળ કરેલી કબૂલાત ધાકધમકી અને પ્રલોભનમુકત વાતાવરણમાં નોંધવી જોઇશે અને વ્યક્તિ જે ભાષામાં કબૂલાત કરે તે જ ભાષામાં તે નોંધવી જોઇશે. (૩) પોલીસ અધિકારીએ પેટા કલમ (૧) હેઠળ વ્યકિતએ કોઇ કબૂલાત નોંધતા પહેલા કબૂલાત કરતી હેવી વ્યકિતને એમ જણાવવું જોઇશે કે તે કબૂલાત કરવા બંધાયેલ નથી અને જો તે કબૂલાત કરે તો તે કબૂલાત તેની સામે પુરાવા તરીકે ઉપયોગમાં લઇ શકાશે. પરંતુ એવા પોલીસ અધિકારીએ આવી કબૂલાત નોંધવી જોઇશે નહિ સિવાય કે કબૂલાત કરતી વ્યક્તિને પ્રશ્નનો પૂછ્યથી તેમને એવી ખાતરી થાય કે આવી કબૂલાત સ્વૈચ્છિક રીતે થઇ રહી છે. (૪) સબંધિત પોલીસ અધિકારીએ આવી સ્વૈચ્છિક કબૂલાત નોંધ્યા પછી કબૂલાતની નીચે તેના પર લેખિતમાં તારીખ અને સમય દર્શાવીને આવી કબૂલાતની સ્વૈચ્છીકતાની પોતાની વ્યકિતગત ખાતરી પ્રમાણિત કરવી જોઇશે. (૫) પેટા કલમ (૧) હેઠળ નોંધેલ દરેક કબૂલાત તે જે વિસ્તારમાં નોંધવામાં આવેલ હોય તેવી હકૂમત ધરાવતા ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અથવા ચીફ જયુડિશ્યલ મેજિસ્ટ્રેટને તાત્કાલિક અસલ મોકલવી જોઇશે અને આવા મેજિસ્ટ્રેટ એ પોતાને એવી રીતે મળેલ અસલ નોંધાયેલી કબૂલાત ગુનાની ન્યાયિક નોંધ લઇ શકે તેવી વિશેષ કોર્ટને મોકલવી જોઇશે. (૬) પેટા કલમ (૧) હેઠળ જે વ્યક્તિ પાસેથી કબૂલાત નોંધેલ હોય તે વ્યકિતને અડતાળીસ કલાકની અંદર પેટા કલમ (૫) હેઠળ જેને કબૂલાત મોકલવા માટે ફરમાવેલ હોય તેવા ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અથવા ચીફ જયુડિશ્યલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવી જોઇશે અને તેની સાથે કોઇ ફેરફાર કર્યું । વગરના અથવા કોઇપણ રીતે ચેડાં કા સિવાયના તેના મૂળ સ્વરૂપમાં હોય તેવું લેખિત અથવા યાંત્રિક અથવા ઇલેક્ટ્રોનિક સાધન પર નોંધેલ કબૂલાતનું નિવેદન રજૂ કરવું જોઇશે. (૩) ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એ અથવા ચીફ જયુડિશ્યલ મેજિસ્ટ્રેટ એ એવી રીતે હાજર કરવામાં આવેલ આરોપીએ કરેલું કોઇ નિવેદન કોઇ હોય તો તે નિવેદનને નોંધવું જોઇશે અને તેની સહી લેવી જોઇશે અથવા તેના અંગૂઠાની છાપ મેળવવી જોઇશે અને ત્રાસ આપ્યાની કોઇ ફરિયાદ હોય તો સિવિલ સર્જન સમ તબીબી પરીક્ષણ માટે તે આરોપીને રજૂ કરાવવાનો આદેશ આપવો જોઇશે.