સાક્ષીઓના રક્ષણ બાબત - કલમ:૧૭

સાક્ષીઓના રક્ષણ બાબત

(૧) અધિનિયમમાં ગમે તે મજકૂર હોય તેમ છતા આ અધિનિયમ હેઠળની કાયૅવાહીઓ વિશેષ કોર્ટ તેમ ઇચ્છે તો ખાનગીમાં યોજી શકશે. (૨) વિશેષ કોર્ટને પોતાની સમક્ષની કોઇ કાયૅવાહીમાંના કોઇ સાક્ષીએ અથવા આવા સાક્ષીના સબંધમાં પબ્લિક પ્રોસિકયુટર એ કરેલ અરજી પરથી અથવા પોતાની મેળે એમ ખાતરી થાય કે એવા સાક્ષીનો જીવ જોખમમાં છે તો તે કોઇ સાક્ષીની ઓળખ અને સરનામું ગુપ્ત રાખવા માટે પોતે યોગ્ય ગણે એવા પગલા લઇ શકશે. (૩) ખાસ કરીને અને પેટા કલમ (૨) ની જોગવાઇઓની વ્યાપકતાને બાધ આવ્યા સિવાય તે પેટા કલમ હેઠળ વીશેષ કોટૅ લઇ શક એવા પગલામાં નીચેની બાબતોનો સમાવેશ થઇ શકશે. (એ) વિશેષ કોર્ટ નકકી કરે તેવા સ્થળે કાયૅવાહી યોજવા બાબત (બી) લોકો જોઇ શકે એવા કેસના કોઇ રેકડૅમાંના પોતાના હુકમો અથવા ચુકાદામાં સાક્ષીઓના નામ અને સરનામાનો ઉલ્લેખ ટાળવા બાબત (સૌ) સાક્ષીઓની ઓળખ અને સરનામા જાહેર નથી થયા તે સુનિક્તિ કરવા માટે કોઇ આદેશો આપવા બાબત (ડી) આવી કોર્ટ સમક્ષની તમામ અથવા કોઇ અનિણિત કાયૅવાહી કોઇ રીતે પ્રસિધ્ધ ન કરવી જોઇશે એ મતલબનો નિણૅય જાહેર હિતમાં કરવા ન બાબત (૪) પેટા કલમ (૩) હેઠળ લીધેલ કોઇ નિણૅય અથવા આપેલ કોઇ આદેશનું ઉલ્લંઘન કરે તેવી કોઇ વ્યકિત એક વર્ષની મુદત સુધીની અને એક હજાર રૂપિયા સુધીના દંડની શિક્ષાને પાત્ર થશે.