મિલકત ટાંચમાં લેવા અને સરકાર દાખલ કરવા બાબત - કલમ:૧૮

મિલકત ટાંચમાં લેવા અને સરકાર દાખલ કરવા બાબત

(૧) કોઇપણ વ્યકિત કોઇ આતંકવાદી કૃત્ય અથવા સંગઠિત ગુનાના કોઇ હિતસબંધ ધરાવતી અથવા તેનો કબજો ધરાવતી હોવી જોઇશે નહિ. (૨) આ અધિનિયમ હેઠળ થયેલા કોઇ ગુનાની તપાસ કરતા કોઇ અધિકારીને એમ માનવાને કારણ હોય કે જેના સબંધમાં તપાસ કરવામાં આવી રહી છે તેવી કોઇ મિલકત કોઇ આતંકવાદી કૃત્ય અથવા સંગઠિત ગુનાના હિતસબંધને પરિણામે ઊભી થયેલ છે તો તેઓ રાજય સરકારની લેખીતમાં પૂર્વ મંજૂરી લઇને એવી મિલકત સ્થાવર અથવા જંગમ અથવા તે બંને કબજે લેવાનો હુકમ કરશે અને એવી મિલકત કબજે લેવાનુ વ્યવહાય ન હોય ત્યારે એવો ટાંચનો હુકમ કરશે કે એવી મિલકત એવો હુકમ કરતા અધિકારી અથવા યથાપ્રસંગ વિશેષ કોર્ટની પૂર્વ પરવાનગી સિવાય તબદીલ કરવામાં આવશે નહિ અથવા અન્યથાના તેની તજવીજ કરવામાં આવશે નહિ અને એવા હુકમની એક નકલ સબંધિત વ્યકિત પર બજાવવી જોઇશે. (૩) તપાસ કરનાર અધિકારીએ એવી મિલકત બબ્જે લેવાયાની અથવા ટાંચમાં લેવાયાની જાણ વિશેષ કોર્ટને અડતાળીસ કલાકની અંદર યોગ્ય રીતે કરવી જોઇશે. (૪) વિશેષ કોર્ટ એ પેટા કલમ (૨) હેઠળ કરેલ કબજે લેવાના અથવા ટોચના હુકમને બહાલ રાખવો જોઇશે અથવા રદ કરવો જોઇશે. પરંતુ જેની મિલકત ટાંચમાં લેવાતી હોય તે વ્યકિતને રજૂઆત કરવાની તક આપવામાં આવી હોય તે સિવાય વિશેષ કોર્ટ એ કોઇ હુકમ કરવો જોઇશે નહિ. (૫) (એ) તપાસ કરનાર પોલીસ અધિકારીએ કરેલ લેખિત રિપોર્ટ પરથી કોઇ વિશેષ કોર્ટને એમ માનવાને કારણ હોય કે આ અધિનિયમ હેઠળ શિક્ષાપાત્ર કોઇ ગુનો કરેલ હોય તેવી કોઇ વ્યકિત એટલા માટે ફરાર થયેલ છે અથવા પોતાની જાતને છુપાવી રહી છે કે જેથી તેની ઘરપકડ ન થઇ શકે તો અધિનિયમની કલમ ૮૨ માં ગમે તે મજકૂર હોય તે છતા વિષેશ કોર્ટ નિદિષ્ટ સ્થળે અને તેવી જાહેરાતની પ્રસિધ્ધની તારીખથી ઓછામા ઓછા પંદર દિવસ પણ વધુમાં વધુ ત્રીસ દિવસના નિદિષ્ટ સમયમાં તેને હાજર થવા ફરમાવી લેખિત જાહેરાત પ્રસિધ્ધ કરી શકશે. પરંતુ તપાસ કરનાર પોલીસ અધિકારીએ જાહેરાત બહાર પાડવા માટે વિશેષ કોર્ટને રિપોર્ટ કરવો જોઇશે નહિ સિવાય કે આવી વ્યકિત સામે ગુનો નોંધાયાની તારીખથી ત્રણ મહિનાની મુદતની અંદર ફરાર થયેલ હોય અથવા પોતાની જાતને છુપાવી રહ્યો હોય તેવા ગુનેગારની ધરપકડ કરવાનો પ્રયત્ન તેમણે કર્યો હોય અને તેમા નિષ્ફળ ગયા હોય. (બી) ખંડ (એ) હેઠળ જાહેરાત બહાર પાડનાર વિશેષ કોર્ટ કોઇ સમયે આવા આરોપીની માલિકોની કોઇ સ્થાવર અથવા જંગમ અથવા તે બંને મિલકત ટાંચમાં લેવા માટેનો હુકમ કરી શકશે અને તેમ થયે અધિનિયમની કલમ ૮૩ થી ૮૫ ની જોગવાઇઓ એવી ટાંચને લાગુ પડશે, (સી) આરોપી જાહેરાતની પ્રસિધ્ધિની તારીખથી ત્રણ મહિનાની મુદતની અંદર જાહેરાતમાં નિર્દિષ્ટ કર્યો । પ્રમાણે વિશેષ કોર્ટ સમક્ષ હાજર થવામાં કસૂર કરે તો વિશેષ કોર્ટ એ એવી મિલકતને તમામ બોજાથી મુકત સરકાર દાખલ કરવા માટેનો હુકમ કરવો જોઇશે. (ડી) ખંડ (સી) હેઠળ મિલકત સરકાર દાખલ થયાની તારીખથી છ મહિનાની મુદતની અંદર જેની મિલકત સરકાર દાખલ કરવામાં આવેલ છે તે આરોપી વિશેષ કોર્ટ સમક્ષ સ્વેચ્છાએ હાજર થાય અને કોટને ખાતરી થાય તે રીતે એમ સાબિત કરે કે તેં ધરપકડ ટાળવાના હેતુ માટે ફરાર થયેલ ન હતો અથવા પોતાની જાતને છુપાવી દીધી ન હતી અને તેને જાહેરાતની એવી નોટીશ મળી ન હતી તો વિશેષ કોર્ટે એવી મિલકત સરકાર દાખલ કરવાનો હુકમ રદ કરી શકશે. (૬) આરોપી આ અધિનીયમ હેઠળ શિક્ષાપાત્ર કોઇ ગુના માટે દોષિત ઠર્યો હોય ત્યારે વિશેષ કોર્ટે કોઇ શિક્ષાનો ચુકાદો આપવા ઉપરાંત લેખિતમાં હુકમથી આરોપીની માલિકીના હોય તેવી અને હુકમમાં નિર્દિષ્ટ કરેલી કોઇ મિલકત જંગમ અથવા સ્થાવર અથવા તે બંને તમામ બોજાથી મુકત સરકાર દાખલ થયેલ ગણાશે એવું જાહેર કરી શકશે સ્પષ્ટીકરણઃ- આ કલમના હેતુ માટે કોઇ આંતકવાર્દ કૃત્ય અથવા સંગઠિત ગુનાના હિતસબંધ એટલે કોઇ આતંકવાદી કૃત્ય અથવા સંગઠિત ગુનો કરવાથી મેળવેલી અથવા પ્રાપ્ત કરેલી હોય તેવી અથવા કોઇ આંતકવાદી કૃત્ય અથવા સંગઠિત ગુના સગડરૂપ (શોધી શકાય તેવા) ફંડ મારફત મેળવેલ હોય તૈવી તમામ પ્રકારની મિલકતો જેમા કોના નામે આવો હિતસબંધ છે અથવા કોના નામે આવો હિતસબંધ છે અથવા કોના કબજામાંથી તે મેળવેલ છે ને ધ્યાનમાં લીધા સિવાય રોકડનો તેમાં સમાવેશ થશે.