અધિનીયમની અમુક જોગવાઇઓ સુધાય પ્રમાણે લાગુ પાડવા બાબત - કલમ:૨૦

અધિનીયમની અમુક જોગવાઇઓ સુધાય પ્રમાણે લાગુ પાડવા બાબત

(૧) અધિનિયમમાં અથવા બીજા કોઇ કાયદામાં ગમે તે મજકૂર હોય તેમ છતા આ અધિનિયમ હેઠળ શિક્ષાપાત્ર દરેક ગુનો અધિનીયમની કલમ ૨ ના ખંડ (સી) ના અથૅ મુજબ પોલીસ અધિકારનો ગુનો ગણાશે અને તે ખંડમાં વ્યાખ્યા કમૅ । પ્રમાણેના પોલીસ અધિકારના કેસ નો તદનુસાર અથૅ કરવામાં આવશે. (૨) અધિનીયમની કલમ ૧૬૭ આ અધિનિયમ હેઠળ શિક્ષપાત્ર ગુના સહિતના કેસના સબંધમાં તેની પેટા કલમ (૨) માં નીચેના ફેરફારો ધીન રહીને લાગુ પડશે (એ) પંદર દિવસ અને સાઠ દિવસ એ સંદર્ભે જયાં જયાં આવતા હોય ત્યાં તેનો અથૅ અનુક્રમે ત્રીસ દિવસ અને નેવુ દિવસ તરીકે કરવો (બી) વિધમાન પરંતુક પછી નીચેનો પરંતુક દાખલ કરવો વધુમાં નેવું દિવસની દરહુ મુદતની અંદર તપાસ પૂરી કરવાનું શકય ન હોય તો વિશેષ કોર્ટે એ તપાસની પ્રગતિ અને અને નેવું દિવસની સદરહુ મુદત ઉપરાંત આરોપીની અટકાયત માટેના વિશેષ્ટ કારણો દર્શાવતા પબ્લિક પ્રોસિકયુટરના રિપોટૅ ઉપરથી સદરહુ મુદત એકસો એશી દિવસ સુધી લંબાવવી જોઇશે. (૩) આ અધિનિયમ હેઠળ શિક્ષાપાત્ર ગુનો કર્યંના આરોપ પરથી કોઇ વ્યકિતની ધરપકડ સાથે સંકળાયેલ કોઇ કેસના સબંધમાં અધિનિયમની કલમ ૪૩૮નો કોઇપણ મજકૂર લાગુ પડશે નહિ. (૪) અધિનિયમમાં ગમે તે મકજૂર હોય તેમ છતા આ અધિનીયમ હેઠળ શિક્ષાપાત્ર ગુનાની આરોપી હોય તેવી કોઇપણ વ્યકિત અટકાયત માં હોય તો તેને જામીન પર અથવા તેના પોતાના જાતમુજરકા પર મુકત કરવી જોઇશે નહિ સિવાય કે (એ) પબ્લિક પ્રોસિકયુટરને એવી મુકતિની અરજીનો વિરોધ કરવાની તક આપવામાં આવી હોય અને (બી) પબ્લિક પ્રોસિકયુટર એ અરજીનો વિરોધ કર્યો હોય ત્યારે વિશેષ કોર્ટને એવી ખાતરી થઇ હોય કે આરોપી એવો ગુનો કરવા માટે દોષિત નથી એમ માનવા માટે વાજબી કારણ છે અને જામીન પર હોય ત્યારે તે કોઇ ગુનો કરે તેવુ સંભવ નથી. (૫) અધિનિયમમાં ગમે તે મજકૂર હોય તેમ છતા વિશેષ કોર્ટે એ એવી નોંધ લીધી હોય કે પ્રસ્તુત ગુનાની તારીખે આરોપી આ અધિનિયમ અથવા કોઇ બીજા અધિનિયમ હેઠળના ગુનામાં જામીન પર હતો તો તેના જામીન મંજૂર કરવા જોઇશે નહિ. (૬) જામીન મંજૂર કરવા માટે પેટા કલમો (૪) અને (૫) માં નિર્દિષ્ટ કરેલ મયૅાદા અધિનિયમ અથવા જામીન મંજૂર કરવા માટે તત્સમયે અમલમાં હોય તેવા બીજા કોઇ કાયદા હેઠળની મયૅાદા ઉપરાંતની છે. (૭) આરોપનામા પહેલા અથવા ઇન્સાફી કાયૅવાહી પહેલા ન્યાયિક અટકાયત (કોર્ટે કસ્ટડી) માંથી કોઇ વ્યકિતની કસ્ટડી માંગતા પોલીસ અધિકારીએ એવી કસ્ટડી માંગવા માટેના અને પોલીસ કસ્ટડી મેળવવામાં વિલંબ કોઇ થયેલ હોય તો તેના કારણોનો ખુલાસો આપતું લેખિત નિવેદન ફાઇલ કરવું જોઇશે.