કલમ ૩ હેઠળના ગુના તરીકે માની લેવા બાબત
(૧) કલમ ૩ હેઠળ શિક્ષાપાત્ર આતંકવાદી કૃત્ય અથવા સંગઠિત ગુના માટેની ફોજદારી કાયૅવાહીમાં એમ સાબિત થાય કે (એ) આરોપીના કબજામાં સબંધિત દસતાવેજો અથવા કાગળો સહિતના ગેરકાયદેસર શસ્ત્રો અને બીજી સામગ્રી મળી આવી હતી અને એમ માનવાને કારણ હોય કે એવા દસ્તાવેજો અથવા કાગળો સહિતના એવા ગેરકાયદેસર શસ્ત્રો અને બીજી સામગ્રી એવો ગુનો કરવામાં વપરાઇ હતી અથવા (બી) નિષ્ણાંતના પુરાવાથી ગુનાના સ્થળે આરોપીના આંગળાની છાપ મળી આવેલ હતી અથવા આવો ગુનો કરવાના સબંધમાં વપરાયેલ સબંધિત દસ્તાવેજો અથવા કાગળો સહિતના ગેરકાયદે શસ્ત્રો અને બીજી સામગ્રી અને ઉપયોગમાં લીધેલ વાહન મળી આવેલ હતા. તો વિશેષ કોટૅ વિરૂધ્ધનું સાબિત થાય તે સિવાય આરોપીએ આવો ગુનો કરેલ હતો તેમ માની લેશે. (૨) કલમ ૩ ની પેટા કલમ (૨) હેઠળ શિક્ષાપાત્ર ગુના માટેની ફોજદારી કાયૅવાહીમાં એવું સાબિત થાય કે આરોપીએ આવી વ્યકીત આતંકવાદી કૃત્યના અથવા સંગઠિત ગુનાની આરોપી છે તેવી વ્યકિતને અથવા તેના આરોપી હોવાની વાજબી શંકા છે તેમ જાણવા છતા તેવી વ્યકિતને કોઇ નાણાકીય સહાય પૂરી પાડી હતી તો વિશેષ કોટૅ વિરૂધ્ધનુ સાબિત થાય તે સિવાય એવું માની લેશે કે આવી વ્યકિતએ સદરહુ પેટા કલમ (૨) હેઠળનો ગુનો કર્યો છે.
Copyright©2023 - HelpLaw