ગુનાની ન્યાયિક નોંધ અને તેની તપાસ બાબત - કલમ:૨૨

ગુનાની ન્યાયિક નોંધ અને તેની તપાસ બાબત

(૧) અધિનીયમમાં ગમે તે મજકૂર હોય તેમ છતા (એ) પોલીસ અધિકારીએ આ અધિનિયમ હેઠળનો સંગઠિત ગુનો કરવા વિશેની કોઇપણ માહિતી સબંધિત જિલ્લાની રેનજનો હવાલો ધરાવતા અધિકારી અથવા યથાપ્રસંગ પોલીસ કમિશ્નરથી ઊતરતા દરજજાના ન હોય તેવા પોલીસ અધિકારીની પૂવૅ મંજૂરી વગર નોંધવી જોઇશે નહિ. (બી) નાયબ પોલીસ અધિક્ષકથી ઊતરતા દરજજાના અથવા રાજય સરકારે જયાં પોલીસ કમિશ્નરની નીમણૂક કરી હોય તેવા વિસ્તારો માટે નાયબ પોલીસ અધીક્ષકથી ઊતરતા દરજજાના કોઇપણ પોલીસ અધિકારીએ આ અધિનિયમની જોગવાઇઓ હેઠળના કોઇપણ ગુનાની તપાસ કરવી જોઇશે નહિ. (૨) રાજય સરકારની પૂવૅમંજુરી વગર કોઇપણ વિશેષ કોટૅ એ આ અધિનિયમ હેઠળના કોઇ ગુનાની ન્યાયિક નોંધ લેવી જોઇશે નહિ.