નિયમો કરવાની રાજય સરકારની સતા
(૧) કલમ ૨૬ હેઠળ નિયમો કરવાની હાઇકોટૅની સતાને બાધ આવ્યા સિવાય રાજય સરકાર રાજપત્રમાં જાહેરનામાંથી આ અધિનિયમના હેતુઓ પાર પાડવા માટે નિયમો કરી શકશે. (૨) આ અધિનિયમ હેઠળ કરેલા તમામ નિયમો તે કરવામાં આવે તે પછી બનતી ત્વરાએ ઓછામાં ઓછા ત્રીસ દિવસ સુધીમાં રાજય વિધાનમંડળ સમક્ષ મૂકવા જોઇશે અને જે સત્રમાં તે નિયમો એ રીતે મૂકવામાં આવે તે અથવા તેની તરત પછીના સત્ર દરમ્યાન રાજય વિધાનમંડળ તેમાંથી જે કંઇ રદ કરે અથવા તેમા જે કંઇ ફેરફાર કરે તેને તે અધીન રહેશે. (૩) રાજય વિધાનમંડળ એવી રીતે જે કંઇ રદ કરે અથવા કંઇ ફેરફાર કરે તે રાજપત્રમાં તાત્કાલિક પ્રસિધ્ધ કરવામાં આવશે અને તેમ થયે તેનો અમલ થશે.
Copyright©2023 - HelpLaw