વ્યાખ્યાઓ
આ અધિનિયમમાં સંદભૅ ઉપરથી અન્યથા અપેક્ષિત ન હોય તો (એ) અધિકૃત અધિકારીઃ- એટલે કલમ ૩ ની પેટા કલમ (૧) હેઠળ મળેલી સતા વાપરવા માટે તે કલમની પેટા કલમ (૨) હેઠળ અધિકૃત કરેલ જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા પોલીસ કમિશ્નર (બી) દારૂનો ગેરકાયદેસર ધંધો કરનારઃ- એટલે ગુજરાત નશાબંધી અધિનિયમ ૧૯૪૯ અને તે હેઠળ કરેલ નિયમો અને હુકમોની જોગવાઇઓ પૈકી કોઇ જોગવાઇનું અથવા તે સમયે અમલમાં હોય તેવા અન્ય કોઇ કાયદાનું ઉલ્લંઘન કરીને જે કોઇ વ્યકિત કોઇપણ દારૂ કેફી ઔષધ અથવા અન્ય કેફી પદાથૅ ગાળે બનાવે તેનો સંગ્રહ કરે તેની હેરફેર કરે આયાત કરે નિકાસ કરે તે વેચે અથવા વહેંચે અથવા જે કોઇ જાણી જોઇને ઉપર વણૅવેલ કૃત્યો પૈકી કોઇ કૃત્ય અન્ય કોઇ વ્યકિત દ્રારા અથવા તેની મારફત આગળ ધપાવવામાં અથવા તેને ટેકો આપવામાં કોઇપણ નાણા ખર્ચે અથવા તેનો ઉપયોગ કરે અથવા કોઇપણ પશુ વાહન વહાણ અથવા અન્ય સાધન અથવા કોઇપણ પાત્ર અથવા ગમે તે પ્રકારનો અન્ય કોઇ માલસામાન પૂરો પાડે અથવા જે કોઇ આવું કોઇપણ કૃત્ય કરવામાં કોઇ રીતે મદદગારી કરે તે વ્યકિત (બીબી) જુગારનો અડ્ડો ચલાવનારઃ- એટલે ગુજરાત જુગાર પ્રતિબંધ અધિનિયમ ૧૮૮૭ની કલમ ૪ હેઠળ શિક્ષાપાત્ર ગુનો કરે અથવા કરવાનો પ્રયત્ન કરે અથવા કરવામાં મદદગારી કરે તે વ્યકિત (બીબીબી) ક્રૂર વ્યકિતઃ- એટલે જે કોઇ વ્યકિત મુંબઇ પશુ સરક્ષણ અધિનિયમ ૧૯૫૪ ની કલમ ૮ હેઠળ શિક્ષાપાત્ર ગુનો પોતે અથવા ટોળાના સભ્ય અથવા સરદાર તરીકે વારંવાર કરે અથવા કરવાની કોશિશ કરે અથવા કરવાની મદદગારી કરે તે વ્યકિત (બીએ) સાઇબર ગુનો કરનારઃ- એટલે ઇન્ફરમેશન ટેકનોલોજી અધિનિયમ ૨૦૦૦ના પ્રકરણ ૧૧ હેઠળ શિક્ષાપાત્ર ગુનો કરે અથવા કરવાનો પ્રયત્ન કરે અથવા કરવામાં મદદગારી કરે તે વ્યકિત (સન ૨૦૨૦ ના સુધાર મુજબ) (સી) ભયજનક વ્યકિતઃ- એટલે જે વ્યકિત પોતે અથવા કોઇ ટોળાના સભ્ય અથવા સરદાર તરીકે ભારતના ફોજદારી અધિનિયમના પ્રકરણ ૮ અથવા પ્રકરણ ૧૬ કલમો ૩૫૪, ૩૫૪(ક), ૩૫૪(ખ), ૩૫૪(ગ), ૩૫૪(ઘ), ૩૭૬(ખ), ૩૭૬(ખ), ૩૭૬(ગ), ૩૭૬(ઘ) અથવા ૩૭૭ સિવાય (સને ૨૦૨૦ ના સુધારા મુજબ) અથવા પ્રકરણ ૧૭ અથવા પ્રકરણ ૨૨ હેઠળ શિક્ષાપત્ર ગુનાઓ પૈકીનો કોઇપણ ગુનો અથવા શસ્ત્ર અધિનિયમ ૧૯૫૯ ના પ્રકરણ ૫ હેઠળ શિક્ષાપાત્ર ગુનાઓ પૈકીનો કોઇપણ ગુનો વારંવાર કરે અથવા કરવાની કોશિશ કરે અથવા તે કરવામાં મદદગારી કરે તે વ્યકિત (ડી) અટકાયત હુકમ એટલે કલમ ૩ હેઠળ કરેલો હુકમ (ઇ) અટકાયતી એટલે અટકાયત હુક હેઠળ અટકમાં રાખેલી વ્યકિત (એફ) ઔષધ ગુનેગાર એટલે જે કોઇ વ્યકિત (૧) ઔષધ અને સૌંદયૅ પ્રસાધન અધિનિયમ ૧૯૪૦ ( જેનો આમાં હવે પછી આ વ્યાખ્યામાં ઔષધ અધિનીયમ તરીકે ઉલ્લેખ કર્યો છે તે) ની કલમ ૧૦ નુ ઉલ્લંઘન કરીને કોઇપણ ઔષધની આયાત કરે તે વ્યકિત (૨) ઔષધ અધિનિયમની કલમ ૧૮ નુ ઉલ્લંઘન કરીને કોઇપણ ઔષધ વેચાણ માટે બનાવે અથવા વેચે અથવા સ્ટોકમાં રાખે અથવા વેચાણ માટે પ્રદર્શિત કરે અથવા વહેંચે તે વ્યકિત (૩) ઔષધ અધિનિયમની કલમ ૩૩(ઘ) નું ઉલ્લંઘન કરીને કોઇપણ આયુર્વેદિક અથવા યુનાની ઔષધ વેચાણ માટે બનાવે તે વ્યકિત (૪) ઔષધ અધિનિયમની કલમ ૩૩ (ચ) નું ઉલ્લંઘન કરીને પ્રકરણ ૪ (ક) હેઠળ જેને લાયસન્સ આપવામાં આવ્યુ હોય તે બનાવનારે બનાવેલ ઔષધી સિવાયનું કોઇપણ આયુવૅદિક અથવા યુનાની ઔષધ વેચે અથવા સ્ટોકમાં રાખે અથવા વેચાણ માટે પ્રદર્શિત કરે અથવા વહેંચે તે વ્યકિત (૫) કેફી ઔષધ અને મનઃપ્રભાવી દ્રવ્ય અધિનિયમ ૧૯૮૫ ની કલમ ૮ નું ઉલ્લંઘન કરીને કોઇપણ કોકાના છોડનું અફીણના છોડનું અથવા ચરસ ગાંજાના છોડનું વાવેતર કરે અથવા કોઇપણ કેફી ઔષધ અથવા અનઃપ્રભાવી દ્રવ્ય ઉત્પન્ન કરે બનાવે કબજામાં રાખે વેચે ખરીદે લઇ જાય લાવે વખારમાં ભરે તેની આંતરરાજય આયાત કરે આંતરરાજય નિકાસ કરે ભારતમાં આયાત કરે ભારતમાંથી નિકાસ કરે અથવા તે વહાણમાં રવાના કરે તે વ્યકિત (૬) પેટા ખંડો (૧) થી (૫) પૈકીના કોઇપણ પેટા ખંડમાં જણાવેલા કૃતયો પૈકીનું કોઇપણ કૃત્ય અન્ય કોઇ વ્યકિત દ્રારા અથવા તેની મારફત આગળ ધપાવવામાં અથવા તે કરવાને ટેકો આપવામાં જાણી જોઇને કંઇ પણ નાણા ખચૅ અથવા પૂરાં પાડે તે વ્યકિત અથવા (૭) પેટા ખંડો (૧) થી (૬) પૈકીના
કોઇપણ પેટા ખંડમાં જણાવેલા કૃત્યો પૈકીનું કોઇપણ કૃત્ય કરવામાં કોઇ રીતે મદદગારી કરે તે વ્યકિત (જી) અનૈતિક વેપાર ગુનેગારઃ- એટલે જે વ્યકિત સ્ત્રી કન્યા અનૈતિક વેપાર નિવારણ અધિનિયમ ૧૯૫૬ હેઠળ કોઇપણ ગુનો વારંવાર કરે અથવા તે કરવામાં મદદગારી કરે તે વ્યકિત (જીએ) નાણાંની ધીરધાર સબંધી ગુનો કરનારઃ- એટલે ગુજરાત નાણાની ધીરધાર કરનારા બાબત અધિનિય ૨૦૧૧ ના પ્રકરણ ૯ હેઠળ ગુના કરે અથવા કરવાનો પ્રયત્ન કરે અથવા કરવામાં મદદગારી કરે તે વ્યકિત અથવા લોનનો કોઇ ભાગ અથવા તેના ઉપરનું વ્યાજ અથવા તેનો કોઇ હપ્તો વસૂલ કરવા અથવા લોનનો વ્યવહાર સાથે સંકળાયેલી કોઇ જંગમ અથવા સ્થાવર મિલકતનો કબજો લેવા અથવા લોનની અથવા તેની ઉપરના વ્યાજની સમગ્ર અથવા અંશતઃ રકમ વસૂલ કરવાના હેતુ માટે કોઇ વ્યકિત સામે સીધેસીધો અથવા અન્યથા અથવા કોઇ વ્યકિત મારફત શારીરિક હિંસાનો ઉપયોગ કરે અથવા એવો ઉપયોગ કરવાની ધમકી આપે તેવો નાણાની ધીરધાર કરનાર અથવા નાણાંની ધીરધાર કરનારે કરેલી કોઇ વ્યકિત અથવા તેના વતી કામ કરનારી કોઇ વ્યકિત ( સને ૨૦૨૦ સુધારા અધિનિયમ મુજબ ) (એચ) મિલકત પચાવી પાડનારઃ- એટલે જે વ્યકિત પોતાની માલિકીની નહિ પણ સરકારની સ્થાનિક સતામંડળની અથવા અનય કોઇ વ્યકિતની માલિકીની કોઇપણ જમીનનો ગેરકાયદેસર રીતે કબજો લે અથવા એવી જમીનોના સબંધમાં ગેરકાયદેસર ગણાતો હક અંગેનો કરાર કરે અથવા તે ઉભો કરે અથવા લીવ એનડ લાયસન્સનો કરાર અથવા અન્ય કોઇ કરાર કરે અથવા તે ઊભો કરે અથવા જે વ્યકિત તે જમીન ઉપર વેચાણ અથવા ભાડા માટે અનધિકૃત બાંધકામ કરે અથવા અનધીકૃત બાંધકામો કરવા અથવા તેનો ઉપયોગ અને ભોગવટો કરવા માટે તેવી જમીનો કોઇપણ વ્યકિતને ભાડાના અથવા લીવ એન્ડ લાઇસન્સના ધોરણે આપે અથવા જે જાણીજોઇને આવી જમીનોનો ગેરકાયદેસર કબજો લેવા માટે તેનો ઉપયોગ અનઅધિકૃત બાંધકામો કરવા માટે કોઇ વ્યકિતને નાણાંકીય મદદ આપે અથવા જે એવી જમીનોના કોઇ ભોગવટેદાર પાસેથી ભાડું વળતર અથવા અન્ય ચાજૅ ગુનાહિત ધમકી આપીને વસૂલ કરે અથવા વસૂલ કરવાની કોશિશ કરે અથવા જે કાયદેસરની કાયૅરીતિનો આશરો લીધા વિના બળજબરીથી આવા કોઇપણ ભોગવટેદારને તે ખાલી કરાવે અથવા ખાલી કરાવવાની કોશિશ કરે અથવા જે ઉપર જણાવેલ કૃત્યો પૈકી કોઇપણ કૃત્ય કરવામાં કોઇપણ રીતે મદદગારી કરે તે વ્યકિત (એચએ) જાતિય ગુનો કરનારઃ- એટલે ભારતના ફોજદારી અધિનિયમની કલમો ૩૫૪, ૩૫૪(ક), ૩૫૪(ખ), ૩૫૪(ગ), ૩૫૪(૫), ૩૭૬(ખ), ૩૭૬(ખ), ૩૭૬(ગ), ૩૭૬(ઘ) અથવા ૩૭૭ અથવા જાતિય પ્રકારના ગુનાઓ સામે બાળરક્ષણ અધિનિયમ ૨૦૧૨ હેઠળ શિક્ષાપાત્ર કોઇ ગુનો કરે અથવા કરવાનો પ્રયત્ન કરે અથવા કરવામાં મદદગારી કરે તે વ્યકિત ( સને ૨૦૨૦ સુધારા અધિનિયમ મુજબ ) (આઇ) અનધિકૃત બાંધકામઃ એટલે મુંબઇ જમીન મહેસૂલ અધિનિયમ ૧૮૭૯ અને ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૬ અને મુંબઇ પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ ૧૯૪૯ ગુજરાત નગર પાલિકા અધિનિયમ ૧૯૬૩ અથવા યથાપ્રસંગ ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૬૧ હેઠળ કોઇપણ વિસ્તારમાં હકૂમત ધરાવતા અધિકારી અથવા સતાધિકારીની જરૂરી સ્પષ્ટ લેખિત પરવાનગી વિના અથવા આવા વિસ્તારમાં તે સમયે અમલમાં હોય તેવા બીજા કોઇ કાયદા અનુસાર હોય તે સિવાય આવા વિસ્તારમાં કરેલું કોઇપણ બાંધકામ.
Copyright©2023 - HelpLaw