
અમુક વ્યકીતઓને અટકાયતમાં રાખવાના હુકમો કરવાની સતા
(૧) કોઇ વ્યકિતના સબંધમાં રાજય સરકારને એવી ખાતરી થાય કે જાહેર વ્યવસ્થા હેઠળ જાળવી રાખવાને બાધ આવે તેવી કોઇ રીતે કાયૅ કરતી તેને અટકાવવાના ઉદેશથી તેમ કરવું જરૂરી છે તો તે એવી વ્યકિતને અટકાયતમાં રાખવાનો આદેશ આપતો હુકમ કરી શકશે. (૨) જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા પોલીસ કમિશ્નરની હકૂમતની સ્થાનિક હદમાંના કોઇ વિસ્તારમાં પ્રવર્તતા અથવા પ્રવર્તતા હોવાનો સંભવ હોય તે સંજોગો ધ્યાનમાં લઇને રાજય સરકારને એવી ખાતરી થાય કે તેમ કરવું જરૂરી છે તો તે લેખિત હુકમ કરીને એવો આદેશ આપી શકશે કે જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા પોલીસ કમિશ્નર પણ પેટા કલમ (૧)માં જોગવાઇ કર્યું। પ્રમાણે ખાતરી થાય તો સદરહુ પેટા કલમની મળેલી સતાઓ વાપરી શકશે. (૩) આ કલમ હેઠળ કોઇ અધિકૃત અધિકારીએ કોઇપણ હુકમ કર્યો હોય ત્યારે તેણે કયા કારણોસર હુકમ કરવામાં આવ્યો છે તે અને તેના અભિપ્રાય મુજબ તે બાબત અંગે સબંધ ધરાવતી હોય તેવી બીજી વિગતો સહિત તે હકિકતની રાજય સરકારને તરત જ જાણ કરવી જોઇશે અને આવો કોઇ હુકમ તે કરવામાં આવે તે પછી બાર દિવસ કરતા વધુ દિવસ સુધી અમલમાં તે રહેશે નહિ સિવાય કે તેટલા સમયમાં જ રાજય સરકારે તેને મંજૂર કર્યો હોય (૪) આ કલમના હેતુ માટે દારૂનો ગેરકાયદેસર ધંધો કરનાર અથવા જુગારનો અડ્ડો ચલાવનાર અથવા ક્રૂર વ્યકિત અથવા ભયજનક વ્યકિત અથવા ઔષધ ગુનેગાર અથવા અનૈતિક વેપાર ગુનેગાર અથવા મિલકત પચાવી પાડનાર (( સાયબર ગુનો કરનાર અથવા નાણાંની ધીરધાર સબંધી ગુનો કરનાર અથવા જાતિય ગુનો કરનાર - સને સને ૨૦૨૦ સુધારા અધિનિયમ મુજબ )) તરીકે કોઇ વ્યકિત જાહેર સ્થા જાળવી રાખવાને પ્રતિકૂળ અસર કરતી હોય અથવા જેનાથી પ્રતિકૂળ અસર થવાનો સંભવ હોય એવી પ્રવૃતિઓ પૈકી કોઇ પ્રવૃતિમાં રોકાયેલ હોય અથવા તેમાં રોકવા માટે તૈયારી કરતી હોય ત્યારે આવી વ્યકિત જાહેર વ્યવસ્થા જાળવી રાખવાને રાખવાને બાધ આવે તેવી રીતે કા કરે છે એમ ગણાશે. સ્પષ્ટીકરણઃ- આ પેટા કલમના હેતુ માટે આ પેટા કલમમાં ઉલ્લેખેલી કોઇ વ્યકિતની પ્રવૃતિઓ પૈકીની કોઇ પ્રવૃતિથી પ્રત્યક્ષ રીતે અથવા પરોક્ષ રીતે સામાન્ય લોકોમાં અથવા તેના કોઇપણ વર્ગમાં કંઇપણ ઉપદ્રવ જોખમ અથવા ભય અથવા અસલામતીની લાગણી ઉભી થતી હોય અથવા ઉભી થવાનો સંભવ હોય અથવા જાન મિલકત અથવા જાહેર આરોગ્ય ગંભીર અથવા વ્યાપક પ્રમાણમાં જોખમમાં મૂકાતા હોય અથવા મુકાવાનો સંભવ હોય તો બીજી બાબતોની સાથે જાહેર વ્યવસ્થાને પ્રતિકૂળ રીતે અસર થઇ હોવાનું ગણાશે અથવા પ્રતિકૂળ રીતે અસર થવાનો સંભવ હોવાનું ગણાશે.
Copyright©2023 - HelpLaw