અટકાયતના સ્થળ અને શરતોનું નિયમન કરવાની સતા - કલમ:૫

અટકાયતના સ્થળ અને શરતોનું નિયમન કરવાની સતા

જેના સબંધમાં અટકાયત હુકમ કરવામાં આવ્યો હોય તે દરેક વ્યકિત (એ) રાજય સરકાર સામાન્ય અથવા ખાસ હુકમથી નિદિષ્ટ કરે તેવા સ્થળે અને શિસ્ત જાળવવા અને શિસ્તભંગ ભાટેની શિક્ષા સબંધી શરતો સહિતની તેવી શરતો હેઠળ અટકમાં રાખવાને પાત્ર થશે અને (બી) રાજય સરકારના હુકમથી રાજયની અંદરના અટકાયતના એક સ્થળેથી અટકાયતના અન્ય સ્થળે ખસેડવાને પાત્ર થશે.