અટકાયતના કારણો જુદા પાડી શકાય તેવા હોવા બાબત - કલમ:૬

અટકાયતના કારણો જુદા પાડી શકાય તેવા હોવા બાબત

બે અથવા વધુ કારણોસર કરવામાં આવ્યા હોય તેવા કલમ ૩ હેઠળના અટકાયતના હુકમ અનુસાર કોઇ વ્યકિતને અટકાયતમાં રાખવામાં આવી હોય ત્યારે આવો અટકાયતનો હુકમ દરેક કારણસર અલગ રીતે કરવામાં આવ્યો છે એમ ગણાશે અને તદનુસાર (એ) આવો હુકમ કારણો પૈકીનું એક કારણ અથવા તે પૈકીના કેટલાક કારણો (૧) અસ્પષ્ટ હોવાના (૨) અસ્તિત્વમાં ન હોવાનો (૩) સંગત ન હોવાના (૪) આવી વ્યકિત સાથે સંકળાયેલા ન હોવાના અથવા નજીકથી સંકળાયેલા ન હોવાના અથવા (૫) ગમે તે પ્રકારના કોઇ કારણસર અમાન્ય હોવાના કારણે જ અમાન્ય અથવા બિનઅમલી છે એમ ગણાશે નહિ અને તેથી આવો હુકમ કરનાર સરકારને અથવા અધિકારીને કલમ ૩ માં જોગવાઇ કયૅ પ્રમાણે બાકીના કારણ અથવા કારણો સબંધી ખાતરી થઇ હોત અને તેણે અટકાયતનો . હુકમ । કર્યો હોય એમ ઠરાવવું શકય નથી. (બી) અટકાયતનો હુકમ કરનાર સરકારે અથવા અધિકારીએ બાકીના કારણ અથવા કારણો સબંધમાં સદરહુ કલમમાં જોગવાઇ કયૅ । પ્રમાણે ખાતરી થયા પછી તે કલમ હેઠળ અટકાયતનો હુકમ કર્યો છે એમ ગણાશે.