અટકાયત હુકમો અમુક કારણોસર અમાન્ય અથવા બિન અમલી રહેશે નહિ. - કલમ:૭

અટકાયત હુકમો અમુક કારણોસર અમાન્ય અથવા બિન અમલી રહેશે નહિ.

કોઇપણ અટકાયત હુકમ (એ) તે હેઠળ અટકાયતમાં રાખવાની વ્યકિત રાજયની અંદર હોવા છતા હુકમ કરનાર અધિકૃત અધિકારીની પ્રાદેશિક હકૂમતની હદ બહાર અથવા (બી) આવી વ્યકિતની અટકાયતનું સ્થળ રાજયની અંદર હોવા છતા સદરહુ હદની બહાર હોવાના કારણે જ અમાન્ય અથવા બિન અમલી રહેશે નહિ.