ફરાર થઇ જતી વ્યકિતઓના સબંધમાં સતાઓ
(૧) રાજય સરકારને અથવા કોઇ અધિકૃત અધિકારીને એમ માનવાને કારણ હોય કે જેના સબંધમાં અટકાયત હુકમ કરવામાં આવ્યો છે તે વ્યકિત ફરાર થઇ ગઇ છે અથવા પોતે એવી રીતે છુપાતી ફરે છે જેથી હુકમની અમલ બજવણી કરી શકાય એમ નથી તો ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૬૩ ની કલમો ૮૨ થી ૮૬ ની જોગવાઇઓ આ પેટા કલમમાં જણાવેલા ફેરફારોને આધિન રહીને આવી વ્યકિત અને તેની મિલકતના સબંધમાં લાગુ પડશે અને એવી વ્યકિત સામાન્ય રીતે જયાં રહેતી હોય તે સ્થળ ગમે તે હોય તો પણ તેની સામે કરેલો અટકાયત હુકમ સત્તા ધરાવતી કોર્ટે કાઢેલું વોરંટ છે એમ ગણાશે રાજય સરકારે અટકાયત હુકમ કર્યો હોય ત્યારે આ અર્થે રાજય સરકારે અધિકૃત કરેલા જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા પોલીસ કમિશ્નરના દરજજા કરતા નીચલા દરજજાના ન હોય તે અધિકારી અથવા યથાપ્રસંગ અધિકૃત અધિકારીએ અટકાયત હુકમ કર્યો હોય ત્યારે અધિકૃત અધિકારી તેની સામાન્ય હકૂમત ગમે તે હોય તો પણ એવી વ્યકિત માટે અને રાજયના કોઇપણ ભાગમાં આવેલી તેની મિલકતની જપ્તી તથા વેંચાણ માટે જાહેરાત બહાર પાડવા માટે અને સદરહું અધિનિયમની કલમો ૮૨ ૮૩ ૮૪ અને ૮૫ હેઠળ અન્ય કંઇ પગલું લેવા માટે સદરહુ કલમો હેઠળ સતા ધરાવતી કોર્ટની તમામ સતાઓ વાપરવાને અધિકૃત છે એમ ગણાશે. જપ્ત થયેલી મિલકત પાછી મેળવવા માટેની અરજી નામંજૂર કરતા એવા કોઇ અધિકારીએ કરેલા કોઇ હુકમ સામે અપીલ સદરહુ વ્યકિત સામાનય રીતે જયાં રહેતી હોય તે સ્થળે હકૂમત ધરાવતી સેશન્સ કોર્ટને સદરહું અધિનિયમની કલમ ૮૬ માં ઠરાવ્યા પ્રમાણે થઇ શકશે. (૨) (એ) પેટા કલમ (૧) માં ગમે તે મજકૂર હોય તે છતા રાજય સરકારને અથવા અધિકૃત અધિકારીને એમ માનવાને કારણ હોય કે વ્યકિતના સંબંધમાં અટકાયત હુકમ કરવામાં આવ્યો હોય તે વ્યકિત ફરાર થઇ ગઇ છે અથવા પોતે એવી રીતે છુપાતી ફરે છે જેથી હુકમની અમલ બજવણી કરી શકાય એમ નથી તો યથાપ્રસંગ રાજય સરકાર અથવા અધિકારી રાજપત્રમાં હુકમ અધિસૂચિત કરોને સદરહુ વ્યક્તિને હુકમમાં નિર્દિષ્ટ કરવામાં આવે તેવા અધિકારી સમક્ષ તેવા સ્થળે અને તેટલી મુદતની અંદર હાજર થવા આદેશ કરી શકશે. (બી) એવી વ્યકિત એવા હુકમનું પાલન ન કરે અને તે એમ પૂરવાર કરે કે એવા હુકમનું પાલન કરવાનું તેને માટે શકય ન હતું. અને હુકમમાં નિર્દિષ્ટ કરેલી મુદતની અંદર તેણે હુકમમાં જણાવેલ અધિકારીને જે કારણોસર તેનુ પાલન કરવાનું અશકય બન્યું હોય તે કારણોની અને પોતે કર્યા છે તેની જાણ કરી હતી અથવા એમ પુરવાર કરે કે હુકમમાં જણાવેલા અધિકારીને તેવી રીતે જાણ કરવાનું તેને માટે શકય ન હતું તે સિવાય તેને દોષિત ઠર્યો (હું એક વર્ષની મુદત સુધીની કેદની અથવા દંડની અથવા તે બનેંની શિક્ષા કરવામાં આવશે. )) (સી) સદરહુ અધિનિયમમાં ગમે તે મજકૂર હોય તે છતાં ખંડ (ખ) હેઠળનો દરેક ગુનો પોલીસ અધિકારનો ગણાશે.
Copyright©2023 - HelpLaw