
અટકાયતીને અટકાયત હુકમના કારણો જણાવવા બાબત
(૧) કોઇ વ્યકિતને અટકાયત હુકમ અનુસાર અટકાયતમાં રાખી હોય ત્યારે હુકમ કરનાર અધિકારીએ જેમ બને તેમ જલ્દી પણ અટકાયતની તારીખથી સાત દિવસ કરતા મોડી ન હોય તે મુદતમાં તે હુકમ કયાં કારણોસર કરવામાં આવ્યો છે તેની જાણ તેને કરવી જોઇશે અને તે હુકમ ૫ સામે રાજય સરકારને રજૂઆત કરવાની વહેલામાં વહેલી તક તેને આપવી જોઇશે. (૨) પેટા કલમ (૧) માંના કોઇપણ જકૂરથી જે હકીકતો પ્રગટ કરવાનું પોતે જાહેર હિતની વિરૂધ્ધ સમજતો હોય તે પ્રગટ કરવા સતાધિકારીને ફરજ પાડી શકાશે નહી.
Copyright©2023 - HelpLaw