સલાહકાર બોર્ડની રચના - કલમ:૧૦

સલાહકાર બોર્ડની રચના

(૧) રાજય સરકાર જરૂર હોય ત્યારે આ અધિનિયમના હેતુઓ માટે એક અથવા વધુ સલાહકાર બોડૅૌ રચશે. (૨) આવુ દરેક બોડૅ અધ્યક્ષ અને અન્ય બે સભ્યોનું બનશે જેઓ કોઇપણ હાઇકોટૅના ન્યાયાધીશો હોવા જોઇએ અથવા રહ્યા હોવા જોઇએ જેઓ ભારતના સંવિધાન હેઠળ હાઇકોટૅના ન્યાયાધીશ તરીકે નીમવાની લાયકાત ધરાવતા હોવા જોઇએ. પરંતુ આવા બોડૅના અધ્યક્ષ હાઇકોટૅના ન્યાયાધીશ હોય અથવા રહી ચૂકી હોય તેવી વ્યકિત હોવી જોઇશે.