
સલાહકાર બોર્ડને નિણૅયાથૅ લખાણ કરવા બાબત
આ અધિનિયમ હેઠળ અટકાયત હુકમ કરવામાં આવ્યો હોય તે દરેક કિસ્સામાં રાજય સરકાર તે હુકમ હેઠળ કોઇ વ્યકિતને અટકાયતમાં રાખ્યાની તારીખથી ત્રણ અઠવાડીયાની અંદર જે કારણોસર હુકમ કરવામાં આવ્યો હોય તે કારણો અને તે હુકમથી અસર પામેલ વ્યકિતએ કોઇ રજૂઆત કરી હોય તો તે અને અધિકૃત અધિકારીએ તે હુકમ કર્યો હોય ત્યારે કલમ ૩ ની પેટા કલમ (૩) હેઠળ આવા અધિકારીએ કરેલ રિપોટૅ પણ કલમ ૧૦ હેઠળ પોતે રચેલ સલાહકાર બોડૅ સમક્ષ મૂકશે.
Copyright©2023 - HelpLaw