
સલાહકાર બોડૅની કાયૅરીતિ
(૧) સલાહકાર બોડૅ પોતાની સમક્ષ મૂકવામાં આવેલા મુદાની બાબતો વિચારણામાં લીધા પછી અને રાજય સરકાર પાસેથી અથવા તે હેતુ માટે રાજય સરકાર મારફત બોલાવેલી કોઇ વ્યકિત પાસેથી અથવા અટકાયતી પાસેથી પોતે જરૂરી ગણે તેવી વધુ માહિતી મંગાવ્યા પછી અને કોઇ ખાસ કિસ્સામાં સલાહકાર બોડૅને એમ કરવું આવશ્યક લાગે તો અથવા અટકાયતી કંઇ કહી સંભળાવવા માંગતો હોય તો અટકાયતીને રૂબરૂમાં સાંભળ્યા પછી અટકાયતીને અટકાયતમાં રાખ્યાની તારીખથી સાત અઠવાડીયાની અંદર રાજય સરકારને પોતાનો રિપોટૅ રજૂ કરશે. (૨) સલાહકાર બોડૅના રિપોટૅમાં અટકાયતીને અટકાયતમાં રાખવા માટે પૂરતું કારણ છે કે નહી તે અંગેનો સલાહકાર બોડૅનો અભીપ્રાય તેના અલગ ભાગમાં નિદિષ્ટ કરવો જોઇએ. (3) સલાહકાર બોડૅ રચતા સભ્યો વચ્ચે મતભેદ હોય ત્યારે આવા સભ્યોની બહુમતીનો અભિપ્રાય બોડૅનો અભિપ્રાય છે એમ ગણાશે. (૪) સલાહકાર બોર્ડની કાયૅવાહી અને તેના રિપોટૅના જે ભાગમાં સલાહકાર બોડૅનો અભિપ્રાય નિર્દિષ્ટ કર્યો હોય તે ભાગ સિવાયનો તેનો રિપોટૅ ખાનગી રહેશે. (૫) આ કલમમાંના કોઇપણ મજકૂરથી જે કોઇ વ્યકિત સામે અટકાયત હુકમ કરવામાં આવ્યો હોય તે વ્યકિત સલાહકાર બોડૅને લખી મોકલેલી બાબત સાથે સંકળાયેલી કોઇ બાબતમાં કોઇ કાયદા વ્યવસાયી મારફત હાજર રહેવા હકદાર રહેશે નહિ.
Copyright©2023 - HelpLaw