સલાહકાર બોડૅના રીપોટૅ ઉપરથી પગલાં લેવા બાબત - કલમ:૧૩

સલાહકાર બોડૅના રીપોટૅ ઉપરથી પગલાં લેવા બાબત

(૧) જે કોઇપણ કિસ્સામાં સલાહકાર બોડૅ એવો રિપોટૅ કર્યો હોય કે તેના અભિપ્રાય પ્રમાણે અટકાયતીને અટકાયતમાં રાખવા માટે પૂરતુ કારણ છે તે કિસ્સામાં રાજય સરકાર અટકાયત હુકમ બહાલ રાખી શકશે અને કલમ ૧૪ થી ઠરાવેલી મુદત કરતા વધુ ન હોય તેવી પોતાને યોગ્ય લાગે તેટલી મુદત સુધી અટકાયતીની અટકાયત ચાલુ રાખી શકશે. (૨) જે કોઇપણ કિસ્સામાં સલાહકાર બોડૅ એવો રિપોટૅ કર્યો હોય કે તેના અભિપ્રાય પ્રમાણે સબંધિત વ્યકિતને અટકાયતમાં રાખવા માટે પૂરતું કારણ નથી તે કિસ્સામાં રાજય સરકાર અટકાયત હુકમ રદ કરશે અને અટકાયતીને તરત જ છોડીને મૂકાવશે.