
અટકાયતમાં રાખેલી વ્યકિતઓને કામચલાઉ છોડી મુકવા બાબત મુદત માટે
(૧) રાજય સરકાર કોઇપણ સમયે કારણની લેખિત નોંધ કરીને એવો આદેશ કરી શકશે કે અટકાયત હુકમ અનુસાર અટકાયતમાં રાખેલી કોઇપણ વ્યકિતને બિનશરતે અથવા તે વ્યકિત સ્વીકારે તેવી આદેશમાં નિદિષ્ટ કરેલી શરતોએ નિર્દિષ્ટ કરેલી મુદત સુધી છોડી મૂકી શકશે અને કોઇપણ સમે તેને છોડી મૂકવાનું રદ કરી શકશે. (૨) પેટા કલમ (૧) હેઠળ કોઇપણ અટકાયતીને છોડી મૂકવાનો આદેશ કરતી વખતે રાજય સરકાર આદેશમાં નિર્દિષ્ટ કરેલી શરતોનું યોગ્ય પાલન થાય તે માટે જામીનોવાળું અથવા જામીનો વગરનું બોન્ડ કરવાનું તેને ફરમાવી શકશે. (૩) પેટા કલમ (૧) હેઠળ છોડી મૂકેલા કોઇપણ અટકાયતીએ યથાપ્રસંગ તેને છોડી મૂકવાનો આદેશ કરતા અથવા તેને છોડી મુકવાનું રદ કરતા હુકમમાં નિર્દિષ્ટ કરેલ સમયે અને સ્થળે અને તે સતાધિકારી સમક્ષ જાતે શરતે આવવું પડશે. (૪) કોઇ અટકાયતી પેટા કલમ (૩)માં નિર્દિષ્ટ કરેલી રીતે પૂરતા કારણ વિના પોતે શરણે ન આવે તો તેને દોષિત ઠૉ બે વષૅની મુદત સુધીની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે. (૫) પેટા કલમ (૧) હેઠળ છોડી મૂકેલ કોઇ અટકાયતી સદરહુ પેટા કલમ હેઠળ અથવા તેણે કરેલા બોન્ડમાં તેના ઉપર મૂકવામાં આવેલી શરતો પૈકી કોઇપણ શરતનું પાલન ન કરે તો બોન્ડ જપ્ત થયેલું જાહેર કરવામાં આવશે અને તેનાથી બંધાયેલી કોઇપણ વ્યકિત તે અંગે દંડ ભરવાને પાત્ર થશે
Copyright©2023 - HelpLaw