આ અધિનિમયની ક્ષેત્ર મયૅાદાની અંદરની બાબતોની તજવીજ આ અધિનિયમ હેઠળ જ કરવા બાબત
આ અધિનિયમના આરંભે અને ત્યાર પછી રાજયમાંના કોઇ દારૂનો ગેરકાયદેસર ધંધો કરનાર ઔષધ ગુનેગાર ભયજનક વ્યકિત અનૈતિક વેપાર ગુનેગાર અથવા મિલકત પચાવી પાડનારની અટકાયત માટે આ અધિનિયમ હેઠળ હુકમ કરી શકાય એમ હોય ત્યાં સુધી તે વ્યકિતના સબંધમાં રાજય સરકાર અથવા તેના તાબાના કોઇ અધિકારીથી જાહેર વ્યવસ્થા જાળવવામાં બાધ આવે તેવી કોઇ રીતે કાયૅ કરતી તેને અટકાવવાના કારણસર રાષ્ટ્રીય સલામતી અધિનિયમ ૧૯૮૦ હેઠળ અટકાયતનો હુકમ કરી શકાશે નહિ.
Copyright©2023 - HelpLaw