રદ કરવા બાબતે અને અપવાદ - કલમ:૧૯

રદ કરવા બાબતે અને અપવાદ

(૧) ગુજરાત અસામાજિક પ્રવૃતિઓ અટકાવવા બાબત વટહુકમ ૧૯૮૫ આથી રદ કરવામાં આવે છે. (૨) એ પ્રમાણે રદ કરવામાં આવ્યો છે તે છતા (એ) સદરહુ વટહુકમ હેઠળ કરેલું કોઇ કાયૅ અથવા લીધેલું કોઇ પગલું આ અધિનિયમ હેઠળ કરેલું છે અથવા લીધેલું છે એમ ગણાશે. (બી) દરેક વ્યકિત કે જેના સબંધમાં પોતે ભયજનક વ્યકિત હોવાને કારણે સદરહુ વટહુકમની કલમ ૩ હેઠળ અટકાયતનો હુકમ કરવામાં આવ્યો હોય અને તે હુકમ આ અધિનિયમને મળેલી રાષ્ટ્રપતિની અનુમતિ રાજપત્રમાં પ્રથમ પ્રસિધ્ધ કરવામાં આવ્યાની તારીખ ( જેનો આમા હવે પછી સદરહુ તારીખ તરીકે ઉલ્લેખ કર્યો છે તે ) ની તરત જ પહેલા અમલમાં હોય તો તેની અટકાયત આ અધિનિયમની કલમ ૩ સાથે અસંગત ઠરી હોય તે છતાં આ અધિનિયમની જોગવાઇઓને આધીન રહીને અટકાયત હેઠળ ચાલુ રહેશે. (સી)(૧) સદરહું વટહુકમની કલમ ૧૦ હેઠળ રચાયેલ અને સદરહુ તારીખ પહેલા કાયૅ કરતું સલાહકાર બોડૅ તેની રચના આ અધિનિયમની કલમ ૧૦ ની જોગવાઇઓ સાથે અસંગત ઠરી હોય તે છતાં આ અધિનિયમની જોગવાઇઓને આધીન રહીને સદરહુ તારીખ પછી તે પ્રમાણે કાર્ય કરતું ચાલુ રહેશે. (૨) સદરાકુ વટહુકમની કલમ ૧૧ હેઠળ કરેલા અને સદરહુ તારીખની તરત જ પહેલા એવા સલાહકાર બોડૅ સમક્ષ અનિણિત હોય તેવા નિણૅયાથૅ કરેલા લખાણની તજવીજ જાણે કે એવું બોર્ડે આ અધિનીયમની કલમ ૧૦ હેઠળ રચવામાં આવ્યું હતું તેમ તે બોડૅથી તે તારીખ પછી ચાલુ રાખી શકાશે.