ટૂંકી સંજ્ઞા વ્યાપ્તિ અને આરંભ
(૧) આ કાયદો પશુઓ તરફ ધાતકી વતૅન અટકાવવા માટેનો કાયદો ૧૯૬૦ એ નામથી ઓળખાશે. (૨) જમ્મુ અને કાશ્મીર રાજય સિવાય સમગ્ર ભારતને તે લાગુ પડે છે. (૩) કેન્દ્ર સરકાર સરકારી ગેઝેટમાં જાહેરનામા બહાર પાડી નકકી કરેલ છે તે તારીખથી તે અમલમાં આવે છે અને જુદા જુદા રાજયો માટે અને આ કાયદામાંની જુદી જુદી જોગવાઇઓ માટે જુદી જુદી તારીખો નકકી કરી શકાય છે.
Copyright©2023 - HelpLaw