
વ્યાખ્યાઓ
આ અધિનિયમમાં સંદર્ભોથી અથવા અપેક્ષિત ન હોય તે સિવાય એ) પ્રાણી (એનીમલ) એટલે મનુષ્ય માત્ર સિવાયનું કોઇપણ જીવીત પ્રાણી કે જીવ (બી) સંસ્થા (બોર્ડ) એટલે કલમ-૪ નીચે જેની રચના કરવામાં આવી છે અને જેની કલમ ૫-એ હેઠળ વખતો વખત ફરી રચના કરવામાં આવે છે તે (સી) ગોંધી રાખવામાં આવ્યુ છે તે પશુ (કેપ્ટીવ એનીમલ) એટલે કે કોઇપણ પશુ કે પ્રાણી (જે પાળેલુ નથી) જેને કામચલાઉ કે હંમેશને માટે કેદમાં કે બંધનમાં રાખવામાં આવ્યુ છે કે આવી કેદ કે બંધનમાંથી તે છટકી શકે નહિ તેમ અટકાવવા માટે કે તેને ડહેરા નાંખવાના હેતુથી કોઇપણ કળ કે યુકિત તેના પ્રત્યે અજમાવવામાં આવી છે કે તેની પાંખ કાપી નાખવામાં આવી છે. (પીનઅન્ડ) કે જેને ખોડંગતુ કરી નાંખવામાં આવ્યુ છે કે કરી નાખ્યુ છે તેમ દેખાય છે (ડી) પાળેલુ પ્રાણી (મેટીક એનીમલ) એટલે કે પાળવામાં આવ્યુ છે તે પ્રાણી કે માનવીના ઉપયોગ માટે કોઇ હેતુ પૂરો પાડવા જેનો પૂરતા પ્રમાણમાં કે જો કે તેને તે રીતે પાળવામાં આવ્યું નથી કે આવી રહ્યુ નથી કે પાળવાનુ છે તેવો કોઇ ધ્યેય નથી છતા સંપૂર્ણ કે અંશતઃ કરીને હકીકતમાંપાળવામાં આવેલ છે કે પાળેલુ છે. (છ) સ્થાનીય સતા (લોકલ ઓથોરીટીા એટલે કે મ્યુનિસિપલ કમીટી ડીસ્ટ્રીકટ બોર્ડે કે કોઇ નિશ્ર્વિત સ્થાનીય હદમાં કોઇપણ બાબતો અંગે કાયદાથી કોઇ બીજી સતાને કાબુ કે વહીવટ કરતા સતા એનાયત કરવામાં આવી છે (એફ) માલિક (ઓનર) પશુના સંદર્ભમાં માલિક એકલા જ નહિ પરંતુ તે ઉપરાંત તેમની સંમતિ છે કે નહિ છતા તે વખતે પૂરતો જેનો કબજો અને હવાલો ધરાવે છે તેવી કોઇ વ્યકિત પણ સમાવેશ થાય છે(જી) કુકડા અથવા દુમદેવ માં એવી ક્રિયાનો સમાવેશ થાય છે કે દુધવાળા કોઇપણ પ્રાણીની યોનીમાં દૂધનો પ્રવાહ મેળવવા માટેના આશયથી હવા કે બીજી કોઇ ચીજ ઘુસાડવી (એચ) ઠરાવેલુ (પ્રીસ્ક્રાઇબડ) એટલે આ કાયદા નીચે બનાવવામાં આવે છે તે નિયમોચી નકકી કરવામાં આવે છે તે (આઇ) ફળીયુ કે પોળ (સ્ટ્રીટ) જેમા કોઇપણ રસ્તો પગથી લેઇન (શેરી) સ્ક્વેર (ઓગાન) કોણ એલી (સાંકડી ગલી) રસ્તો કે ઉઘાડી જગા કે જયાં જાહેર પ્રજાને આવવા જવાનો હકક છે તેવો તે જાહેર માર્ગ છે કે નહિ
Copyright©2023 - HelpLaw