બોડૅનુ બંધારણ - કલમ:૫

બોડૅનુ બંધારણ

(૧) બોડૅ નીચેની વ્યકિતઓનુ બનેલુ હોય છે જેવા કે (એ) ગવૅમેન્ટ ઓફ ઇન્ડિયાના (હોદ્દાની રૂએ) જંગલોના ઇન્સ્પેકટર જનરલ (બી) ગવૅમેન્ટ ઓફ ઇન્ડિયાના (હોદ્દાની રૂએ) પ્રાણી વિષયક કૃષિ કમિશ્નર (એનીમલ હઝબનડરી કમિશ્નર (બીએ) કેન્દ્ર સરકારના ગૃહખાતાની અને શિક્ષણ ખાતાનુ પ્રતિનિત્વ કરતી બે વ્યકિતઓની કેન્દ્ર સરકાર નિમણૂંક કરશે. (બીબી) કેન્દ્ર સરકાર જંગલી પ્રાણીઓના ભારતીય બોડૅનું પ્રતિનિધિત્વ કરવા એક વ્યકિતની નિમણુક કરશે. (બીસી) કેન્દ્ર સરકારના અધિપ્રય મુજબ એવી વ્યકિતઓ કે જે પશુ કલ્યાણ પ્રવૃતિઓ માટે કાર્યશીલ હોય કે ખરેખર કામ કરેલ હોય તેવા અને જાણીતા માનવતાવાદી હોય તેવી વ્યકિતઓની નિમણૂંક કરશે.(સી) કેન્દ્ર સરકારના અભિપ્રાય મુજબ બોર્ડમાં પ્રતિનિધિત્વ કરે તેવા હોય તેવા બે મ્યુની. કોર્પોરેશન માટે એવા પ્રતિનિધિઓ કે જેની ચુંટણી નિયત ધોરણે જે તે મ્યુનિ. કોર્પોરેશન દ્રારા કરવામાં આવે તેની નિમણુંક કેન્દ્ર સરકાર કરશે (ડી) આધુનિક અને સ્વદેશી પધ્ધતિઓથી દાકતરી ધંધો કરતી બે વ્યકિતઓ જેઓને કેન્દ્ર સરકારે નિમવાની છે. (ઇ) કેન્દ્ર સરકારના અભિપ્રાય મુજબ મુંબઇ કલકતા દિલ્હી અને મદ્રાસના મ્યુનિ. કોર્પોરેશનના પ્રતીનિધિ અને બીજા મ્યુનિ. કોર્પોરેશન માટે એક પ્રતિનિધિની નિમણૂંક બોર્ડમાં થવી જોઇએ તેવો હોય તેવા પ્રતિનિધિની ચૂંટણી જે તે કોર્પોરેશને નિયત પધ્ધતિથી કરવી (એફ) પ્રાણી કલ્યાણ માટે અસરકારક રસ ધરાવે છે તેવી ત્રણ સંસ્થાઓમાંથી દરેકનુ પ્રતિનિધિત્વ ધરાવતી એક એક વ્યકિત કે જેમનું બોડૅ પર પ્રતિનિધિત્વ હોવું જરૂરી છે તેમ કેન્દ્ર સરકાર માને છે તેવા દરેક મંડળે ચુંટી કાઢેલી વ્યકિત (જી) પ્રાણી પ્રત્યેની ક્રુરતા અટકાવવા કામ કરતી આવી ત્રણ સોસાયટીઝમાંથી દરેકનુ પ્રતિનિધિત્વ ઘરાવતી એક એક વ્યકિત કે જેમનું બોડૅ પર પ્રતિનિધિત્વ હોવું જરૂરી છે તેમ કેન્દ્ર સરકાર માને છે તેવા દરેક મંડળે ચુંટી કાઢેલી વ્યકિત (એચ) કેન્દ્ર સરકારે નિમણૂંક કરી છે તેવી ત્રણ વ્યકિતઓ (૧) છ પાલ મેન્ટના ચુંટાયેલા સભ્યો જે પૈકી ૪ ને લોકસભાએ ચુંટી કાઢવાના છે અને બે સભયોને રાજયસભા (કાઉન્સીલ ઓફ સ્ટેટ) એ ચુંટી કાઢવાનો છે (૨) પેટા કલમ (૧)નાં ખંડ (એ) અને ખંડ (બી) અને ખંડ (બીએ) માં જે વ્યકિતઓના ઉલ્લેખ છે તેમને બોડૅની મિટિંગોમાં હાજરી આપવા માટે બીજી વ્યકિતઓને (ડેપ્યુટ) (તેમને બદલે બીજે મોકલવા) કરવાનો હક છે. (૩) કેન્દ્ર સરકાર બોર્ડના સભ્યો પૈકી એક સભ્યને ચેરમેન તથા બીજા સભ્યને વાઇસ ચેરમેન તરીકે નિમણુંક કરશે.