બોડૅની પુનઃરચના - કલમ:૫(એ)

બોડૅની પુનઃરચના

(૧) બોડૅના ચેરમેન અને સભ્યો જે તારીખ સુધી પોતાનો હોદ્દો સંભાળી શકે અને તેમના હોદ્દાની મુદતનો અંત પણ તે તારીખે આવે તે માટે કેન્દ્ર સરકાર ઓફિશિયલ ગેઝેટમાં નોટીફિકેશન બહાર પાડીને પ્રાણીઓ તરફની ક્રુરતા અટકાવવા (સુધારા) અધિનિયમ ૧૯૮૨ અમલમાં આવે કે તરત બોડૅની પુનઃ રચના કરશે.(૨) પેટા કલમ (૧) હેઠળ બોડૅની પુનઃ રચના કરવામાં આવ્યા બાદ પુનઃ રચના કરવામાં આવ્યાની તારીખથી દર ત્રીજા વષૅ બોડૅની પુનઃ રચના કરવામાં આવશે. (૩) પેટા કલમ (૧) હેઠળ બોડૅની પુનઃ રચના કરવામાં આવે ત્યારે બોડૅના સભ્યોમાં જે બોડૅની પુનઃ રચના કરવામાં આવી હોય તે પહેલા જેઓ બોડૅનો સભ્યો હોય તેવા તમામ વ્યકિતઓની સમાવેશ કરવો પરંતુ તેવી વ્યકિતઓ માત્ર બાકી રહેલી પોતાના હોદ્દાની મુદત પુરતી જ પોતાનો હોદ્દો ધારણ કરી શકશે અને જાણે કે બોડૅની પુનઃ રચના થઇ ન હોય તેમ અને તે સભ્યો પોતાના સભ્યપદની મુદત પુરી થયેથી જે જગ્યા ખાલી પડે તે જગ્યા હંગામી ધોરણે ભરાશે અને બોડૅની બાકીની મુદત સુધી તેઓ સભ્ય રહેશે જોગવાઇ કરવામાં આવી છે કે આ પેટા કલમ હેઠળ કંઇ પણ પ્રાણીઓ તરફની ક્રુરતા અટકાવવાના (સુધારો) અધિનિયમ ૧૯૮૨ની કલમ – ૫ ની પેટા કલમ (૧) ની પેટા કલમ (૧)ના ખંડ (એ) ના પેટા ખંડ (૨) હેઠળ થયેલા સુધારા મુજબ બોડૅના સભ્યપદેથી રદ થયા હોય તેને લાગુ નહી પડે