બોર્ડના સભ્યના હોદ્દાની મુદત અને સેવાની શરતો - કલમ:૬

બોર્ડના સભ્યના હોદ્દાની મુદત અને સેવાની શરતો

(૧) કલમ ૫-એ હેઠળ બોડૅની પુનઃ રચના થયાની તારીખથી ત્રણ વષૅ સુધીના સમય માટે બોડૅની પુનઃ રચના થઇ શકશે અને તે રીતે બોડૅની પુનઃ રચના થતા તે રીતે નિયુકત થયેલ ચેરમેન અને અન્ય સભ્યો પોતાનો હોદૃો તે રીતે બોડૅની મુદત સુધી ધારણ કરી શકશે. (૨) પેટા કલમ (૧)માં ગમે તે જણાવવામાં આવ્યુ તેમ છતા (એ) એકસ ઓફિસીયો સભ્યોની હોદ્દાની મુદત જે રીતે તે સભ્ય બન્યા છે તે રીતે તેના હોદ્દાની મુદત સુધી હોદ્દો ધારણ કરી શકશે. (બી) કલમ-પના ખંડ (સી) (ઇ) (એફ) (જી) (એચ) અથવા (આઇ) હેઠળ ચૂંટાયેલ કે પસંદયેલ સભ્યના હોદ્દાની મુદત તમારે પૂરી થઇ ગણાશે જયારે તે સભ્ય જે સંસ્થાનું ને પ્રતિનિધિત્વ કરે છે, કે જેણે તેને ચૂંટેલ હોય કે પસંદ કરેલ હોય તે સંસ્થાનું તે સભ્યપદ ગુમાવે ત્યાં સુધીની રહેશે. (સી) હંગામી જગ્યાએ નિમણૂંક પામેલ નિમાયેલ ચુંટાયેલ કે પસંદગી પામેલ સભ્યના હોદ્દાની મુદત જે સભ્યની ખાલી જગ્યાએ નિમણૂંક પામેલ નિમાયેલ ચુંટાયેલ કે પસંદગી પામેલ હોય તેવા સભયના હોદ્દાની બાકી રહેતી મુદત સુધીની રહેશે. (ડી) ખંડસી ના હેતુ માટે કેન્દ્ર સરકાર દ્વારા કોઇપણ સમયે લેખિત કારણોની નોંધ કરીને સભાને છૂટા કરવામાં આવ્યા હોય તેને કયા કારણોસર તે સભ્યને દૂર કરવામાં આવી રહ્યા છે કારણ દશૅાવવાની વાજબી તક આપ્યા બાદ તે જગ્યા ખાલી પડતા તેને હંગામી નિમણુંકવાળી જગ્યા ગણવામાં આવશે. (૩) બોડૅના સભ્યોને કોઇ ભથ્થા મળતા હોય તો બોર્ડે કેન્દ્ર સરકારની મંજુરીની અપેક્ષાએ આ માટે કરવામાં આવેલી જોગવાઇઓ મુજબ ભથ્થા મેળવી શકશે (૪) બોડૅ દ્રારા કરવામાં આવેલ કોઇ કૃત્ય કે કાયૅવાહીને માત્ર ખાલી જગ્યા પડી છે અથવા બંધારણમાં કોઇ ખામી છે એવા કારણસર પડકારી નહી શકાય અને ખાસ કરીને ઉપર દશૅ વેલ કાયદાની સામાન્યતાને પૂવૅગ્રહ લાવ્યા વગર કલમ ૫-અ હેઠળ બોડૅની પુનઃ રચના કરવામાં આવ્યાના વચગાળાના સમય દરમ્યાનની મુદત માટે પડકારી નહી શકાય અને ત્યારબાદ વધુ સમય માટે બોડૅની પુનઃ રચના હેઠળ બોડૅનાં એકસ ઓફિસલી સભયો બોડૅની તમામ સતા વાપરી શકશે અને કામો કરી શકશે.