બોર્ડના કાર્યો - કલમ:૯

બોર્ડના કાર્યો

બોડૅ નીચેના કાર્યો કરવાના છે. (એ) ભારતમાં પશુઓ તરફ ઘાતકી વર્તન અટકાવવા (પ્રિવેસન્સ ઓફ ક્રુઅલ્ટી ટુ એનીમલ્સ) માટે અમલી છે તે કાયદાને સતત અભ્યાસ હેઠળ રાખવો અને વખતો વખત આવા કોઇ કાયદામાં કોઇપણ સુધારા વધારા કરવા અંગે સરકારને સહાલ આપવી (બી) પ્રાણીઓ માત્રને બિનજરૂરી દુઃખ કે યાતના પડતી અટકાવવાના આશયથી અને ખાસ કરીને જયારે એમને એક ઠેકાણેથી બીજા ઠેકાણે લઇ જવામાં આવી રહ્યા છે અગર તો જયારે તેઓનો ઉપયોગ વેઠ કરવા માટે કરવામાં આવે છે અગર તો જયારે તેઓને પૂરી રાખવામાં કે બંધનમાં રાખવામાં આવે છે ત્યારે (તેવા દુઃખ કે યાતનામાંથી અટકાવવા) આ કાયદા હેઠળ નિયમો ઘડી કાઢવા માટે સલાહ આપવી. (સી) જે પ્રાણીઓ ભાર વહન કરી રહ્યા છે કે ખેંચી રહ્યા છે તયારે એવા વાહનોની ડીઝાઇનમાં એવો સુધારો વધારો કે જેથી તેમને ઓછી શ્રમ પડે તે અંગે સરકાર સ્થાનીક સતા કે બીજી કોઇ વ્યકિતને સલાહ આપવી. (ડી) ભારવહન કરતા પ્રાણીઓ માટે છાપરી (શેડઝ) પાણીના હોજ અને તેવી બીજી વ્યવસ્થા ઉભી કરવા ઉતેજન આપવા કે પૂરી પાડવા અને પ્રાણીઓને પશુઓ ચિકિત્સક (વેટરનરી) સેવા પૂરી પાડવાની તેમની સ્થિતિ સુધરે તે માટે બોડૅ લેવા જરૂરી છે તેવા તમામ પગલા લેવા (ઇ) કતલખાનાની ડીઝાઇન (કરવાનું કામના નકશો) અગર તો કતલખાનાને રાખવા તથા પ્રાણીઓની કતલ કરવા અંગે સરકાર કે સ્થાનીય સતા કે બીજી કોઇ વ્યકિતને સલાહ આપવી જેથી શકય છે ત્યાં સુધી કતલ થાય છે તે અગાઉના તબકકાઓમાં શારીરિક કે માનસિક ગમે તે પ્રકારની દુઃખ કે પીડા ટાળી શકાય અને જરૂર છે ત્યારે પ્રાણીઓને શકય હોય તેટલી માનવીય રીતે તેમની કતલ કરી શકાય (એફ) જયારે પણ એમ કરવું જરૂરી જણાય છે ત્યારે સ્થાનીય સત્તા તરફથી તેમના તુરત જ કે કોઇ પણ દુઃખ કે વેદના અંગે તેઓને ચેતનહીન બનાવી બિનઉપયોગી પ્રાણીઓનો નાશ નકકી કરવા માટે બોર્ડને યોગ્ય લાગે તે તમામ પગલા બોર્ડને લેવાના છે. (જી) પ્રાણીઓ તથા પંખીઓ જયારે તેઓ વૃધ્ધ બિનઉપયોગી થઇ ગયા છે અગર તો તેમને રક્ષણની જરુર છે તયારે તેમને આશ્રય મળે છે તેવી પાંજરાપોળો તથા (સેન્ચ્યુરીઝ) (જયાં વનવગડું પ્રાણીઓને આશ્રય મળે છે) અને તેવી બીજી સંસ્થાઓને નાણાની મદદ કરી કે બીજી રીતે (તેવી મદદ) ઉભી કરવા ઉતેજન આપવું (એચ) પ્રાણીઓને બિનજરૂરી દુઃખ અને ત્રાસથી બચાવવાના હેતુથી કે પ્રાણીઓ અને પક્ષીઓના રક્ષણાથૅ કામ કરે છે તે સંસ્થાઓ કે મંડળોના કામકાજનું સંકલન કરવા તથા તેમને સહકાર આપવાનુ કાયૅ (આઇ) બોડૅની સામાનય દેખરેખ નીચે કરે છે તેવા કોઇપણ સ્થાનીય વિસ્તારમાં પ્રાણીઓના કલ્યાણ માટે કામ કરી રહી છે તેવા સંગઠનો દ્વારા કોઇપણ સ્થાનીય વિસ્તારમાં પ્રાણી કલ્યાણ માટે આવી સંસ્થાઓ ઉભી કરવા નાણાંકીય અને બીજી મદદ કરવા (જે) પ્રાણીઓના દવાખાનાઓમાં તેમને પૂરી પાડવામાં આવે છે તે દાકતરી સંભાળ અને ધ્યાનની બાબતમાં સરકારને સલાહ આપવી અને બોડૅને તેમ કરવું જરૂરી લાગે છે ત્યારે તેમને નાણાકીય અને બીજી મદદ આપવા માટે સરકારને સલાહ આપવી. (કે) પ્રાણીઓ સાથે માનવીય વતૅ ધ્રુવ સંબંધમાં જ્ઞાન પુરૂ પાડવું અને પ્રાણીઓને વિના કારણ દુઃખ અને ત્રાસ આપવામાં આવે છે તે વિરૂધ્ધ પ્રજામત ઉભો થાય તે માટે પ્રવચનો (લેકચર્સ) પુસ્તકો ભીંત પત્રિકાઓ (પોસ્ટસૅ) સીનેમા દ્રારા પ્રદર્શન કરવા (સીનેમેટોગ્રાફીક એકઝિબીશન્સ) અને તેવા બીજા સાધનો દ્રારા પ્રાણીઓનુ કલ્યાણ થાય તે અથૅ ઉતેજન આપવુ. (એલ) પ્રાણીઓના કલ્યાણ કે પ્રાણીઓને વિના કારણ ત્રાસ અને દુઃખ આપવા માં આવે છે તે અટકાવવા સાથે સંકળાયેલા કોઇ બાબતમાં સરકારને સલાહ આપવા