
દર્દ ભોગવી રહ્યા છે તેવા પ્રાણીઓનો નાશ
(૧) જયારે પણ કોઇ પ્રાણીના માલિકને કલમ-૧૧ નીચે સતા આપવામાં આવે છે અને જો કોટૅને એમ સંતોષ થાય છે કે તે પ્રાણીને જીવતું રાખવું એ એક ક્રુરતા છે ત્યારે તેવા પ્રાણીનો નાશ કરવાનો હુકમ કરવાનું અને તે પ્રાણીને તે હેતુ માટે અનુકૂળ વ્યકિતને સોંપવાનુ પગલુ કોટૅ માટે કાયદેસર ગણાય છે અને જે વ્યકિતને આ હેતુ માટે આ રીતે પ્રાણી સોંપવામાં આવ્યું છે તેમણે તે પ્રાણીનો નાશ કરવાનો છે કે અને કોઇપણ જાતનું દદૅ ભોગવ્યા સિવાય તેની હાજરીમાં તે પ્રાણીનો નાશ કરવા માટે પગલા લેવાના છે અને તેવાપ્રાણીના નાશ કરવા માટે હું વાજબી ખર્ચે થાય છે તે જાણે તે દંડની રકમ છે તે રીતે તેના માલિક પાસેથી વસૂલ કરવાની છે પરંતુ આમ કરવા માટે જયારે તેના માલિકની સંમતિ મળતી નથી ત્યારે તે એરીયા જેના હવાલામાં છે તેવી પશુ ચિકિત્સક (વેટરનરી સર્જન) ની સાક્ષી સિવાય આ કલમ નીચે તેવો હુકમ કરવાનો નથી(૨) જયારે પણ કોઇ મેજિસ્ટ્રેટ પોલીસ કમિશ્નર અને જીલ્લા પોલીસ અધિક્ષક (કમિશ્નર ઓફ પોલીસ કે ડીસ્ટ્રીકટ સુપ્રીટેન્ડન્ટ ઓફ પોલીસ ) ને એમ માનવા કારણ છે કે કોઈપણ પ્રાણી સબંધમાં કલમ ૧૧ હેઠળ ગુનો બની રહ્યો છે ત્યારે તેના મતે પ્રાણીને જીવતું રાખવાં તે ક્રુરતા છે ત્યારે તેનો તુરત નાશ કરવા માટેનો તે હુકમ કરી શકે છે. (૩) કોન્ટેબલની ઉપરની પાયરીનો કોઇપણ પોલીસ અધિકારી કે આ માટે રાજય સરકારે અધિકૃત કરી તેવી કોઇ વ્યક્તિ જેઓને એમ જ લાગે કે કોઇપણ પ્રાણી એ રીતે રોગથી પીડાઇ રહ્યુ છે કે એટલુ જબરદસ્ત રીતે ઇજા પામેલુ કે તે એવી શારીરિક સ્થિતિમાં છે કે ક્રુરતા વિના તેને ત્યાંથી ખસેડી શકાય તેમ નથી તે સંજોગોમાં જયારે માલિક હાજર નથી કે પ્રાણીને મારી નાખવા માટે સંમતિ આપવા તે ના પાડે છે ત્યારે તે પશુ જયાં પડયુ છે તે વિસ્તાર (એરીયા) ના પશુ અધિકારી (વેટરનરી ઓફિસરે) એમ પ્રમાણીત કરે છે કે તે પ્રાણી જીવન અંત આવે તે રીતે ઘવાયેલુ છે કે એવી સખ્ત રીતે ઘાયલ થયું છે કે એવી શારીરિક અવસ્થામાં છે કે તેને જીવતું રાખવું એ એક કુર કૃત્ય બની રહે છે ત્યારે પોલીસ અધિકારી કે અધિકૃત વ્યકિત જેમ હોય તેમ મેજિસ્ટ્રેટ પાસેથી હુકમ મેળવી આવી રીતે ઘવાયેલું છે તે પ્રાણીનો નાશ કરવા પગલા લઇ શકે છે (૪) પ્રાણીના નાશ કરવા માટેના હુકમ ઉપર કોઇ અપીલ થઇ શકશે નહિ.
Copyright©2023 - HelpLaw