
પ્રાણીઓ ઉપરના પ્રયોગો ઉપર કાબુ અને ધ્યાન રાખવા માટે કમિટીની રચના
(૧) બોડૅની સલાહથી કે કોઇપણ સમયે કેન્દ્ર સરકાર એ મત પર આવે છે કે પ્રાણીઓ ઉપર થતા પ્રયોગો પર કાબુ રાખવા તે ધ્યાન રાખવું જરૂરી છે ત્યારે રાજપત્રમાં જાહેરનામું પ્રસિધ્ધ કરી તે તે માટે તેને અયોગ્ય લાગે છે તેટલી સંખ્યાની નિમણૂંક કરે છે તેવા અમલદારો અને ખાનગી વ્યકિતઓની કમિટી પ્રાણીઓ ઉપરના પ્રયોગો પર કાબુ રાખવા કે દેખરેખ રાખવા બનાવે છે. (૨) કમિટીનો સભ્ય છે તેની ચેરમેન તરીકે કેન્દ્ર સરકાર નિમણૂંક કરે છે. (૩) પોતાની ફરજો અદા કરવા સબંધમાં પોતાની કાયૅવાહી નિયમિત બનાવવાની કમિટીની સતા છે. (૪) સરકાર તરફથી વારંવાર મળતી ગ્રાન્ટ અને બીજી વ્યકિતએ આપેલા ફંડ ફાળાઓ લવાજમો વારસાઓ કે દાનમાં મળેલી રકમ એ તે કમિટીનુ ફંડ છે.
Copyright©2023 - HelpLaw