કમિટીની ફરજો અને પ્રાણીઓ ઉપર પ્રયોગો સબંધમાં નિયમો બનાવવાની કમિટીની સતા - કલમ:૧૭

કમિટીની ફરજો અને પ્રાણીઓ ઉપર પ્રયોગો સબંધમાં નિયમો બનાવવાની કમિટીની સતા

(૧) તેમના ઉપર પ્રયોગ કરવામાં આવે છે તે પહેલા કે તે દરમ્યાન કે પછી પ્રાણીઓને વિના કારણ દદૅ અને ત્રાસના ભોગ થવું પડતું નથી તે બાબતની ચોકસાઇ માટે જરૂર છે તેવા તમામ પગલા લેવાની કમિટીની ફરજ છે અને તે હેતુ માટે કેન્દ્ર સરકારના પરિપત્રમાં જાહેરનામા દ્રારા અને તેમને પ્રથમ પ્રસિધ્ધિ આપવાની શરતેને આધીન આવા પ્રયોગો કરવા સબંધમાં તેમને યોગ્ય લાગે છે તેવા નિયમો ઘડી શકે છે. (૧ઐ) ખાસ કરીને અગાઉ વર્ણવેલ સતાની સામાનયતાને પૂવૅગ્રહ ન થાય તે રીતે નીચેની બાબતો માટે નિયમો ઘડી શકશે જેવા કે (એ) પ્રાણીઓ ઉપર પ્રયોગ કરનાર વ્યકિત કે સંસ્થાની નોંધણી કરવા માટે (બી) પ્રાણીઓ ઉપર પ્રયોગ કરનાર વ્યકિત અને સંસ્થાઓએ રીપોર્ટ અને અન્ય માહિતી પુરી પાડવી પડશે જે કમીટીને મોકલાશે. (૨) ઉપરની સતાની સામાન્યતાને બાધ આવે નહિ તે રીતે ખાસ કરીને કમિટી તરફથી જે નિયમો બનાવવામાં આવે છે તેની યોજના નીચેના લક્ષ્યાંકો સિધ્ધ કરવા માટે કરવાના છે. (એ) કે કોઇપણ સંસ્થામાં જયાં પ્રયોગો કરવામાં આવે છે તે કેસોમાં તે અંગેની જવાબદારી તે સંસ્થા જે વ્યક્તિના હવાલામાં છે તેના ઉપર મુકવામાં આવે છે અને સંસ્થાની બહાર વ્યકિતઓ તરફથી આ પ્રયોગો કરવામાં આવી રહ્યા છે ત્યારે વ્યકિતઓ તે માટેની લાયકાત (કવોલીફીકેશન) ધરાવે છે અને પ્રયોગો તેમની સંપૂર્ણ જવાબદારી પર કરવામાં આવે છે. (બી) કે આવા પ્રયોગો પૂરતી કાળજી અને માનવીયતા સાથે કરવામાં આવે છે અને શકય છે ત્યાં સુધી આવા પ્રયોગો જેમાં ઓપરેશન કરવાના છે તે હકીકત સંડોવાઇ છે ત્યારે પ્રાણીને દર્દ થતુ અટકાવવા પુરતી શકિતવાળા કોઇ ઓપરેશન દરમિયાન બેભાન બનાવવા વપરાતા પદાથૅ (એનેસ્થેટીક) ની અસર નીચે કરવાના છે (સી) કે આવા પ્રયોગો દરમ્યાન એનેસ્થેટીક ની અસર નીચે છે ત્યારે પ્રાણીઓ એ રીતે ઘવાયેલા છે કે તેમની આરોગ્ય પુનઃપ્રાપ્તિની ક્રિયામાં ગંભીર પ્રકારનું દર્દ થાય છે તેમ છે ત્યારે તેઓ બેભાન છે તેજ દશામાં તેમનો નાશ કરવાનો છે. (ડી) તેમ કરવું શકય છે ત્યાં સુધી પ્રાણીઓ ઉપર પ્રયોગો કરવાનું નિવારવું જોઇએ દાખલા તરીકે મેડીકલ સ્કુલ હોસ્પીટલ કોલેજો અને તેવા બીજા ક્ષેત્રે જયારે શીખવવા માટે ચોપડીઓ મોડેલ્સ ફીલ્મસ અને તેવું બીજુ એટલી જ રીતે પુરતુ છે. (ઇ) કે જયારે નાના લેબોરેટરી પ્રાણીઓ જેવાં કે ગીનીં પીંગ્ઝ (ડુક્કરો) સસલા દેડકા કે ઉત્તરો પર પ્રયોગો કરતા તેવાં જ પરિણામ મેળવવાનું શકય છે ત્યારે મોટા પ્રાણીઓ ઉપર પ્રયોગો કરવાનુ ગાળવું જરૂરી છે. (એફ) કે ફક્ત માનવીની પ્રવિણતા કે કુશળતા મેળવવા હેતુ માટે જ ફકત પ્રયોગો શકય છે ત્યાં સુધી કરવાના નથી. (જી) કે પ્રયોગો પહેલા પછી જેના પર પ્રયોગો કરવાના છે તે પ્રાણીઓની યોગ્ય માવજાત કરવાની છે. (એચ) પ્રાણીઓ ઉપર કરવામાં આવ્યા છે તે પ્રયોગોના સબંધમાં અનુકૂળ રેકર્ડ રાખવાના છે (૩) આ કલમ નીચે કોઇ નિયમો કરવા માટે (કમિટી જે હેતુઓ માટે રચવામાં આવી છે તે સાથે સુસંગત) કેન્દ્ર સરકાર આ માટે જે હુકમો આપે છે તેમ કમિટિએ દોરવણી મેળવવાની છે અને કેન્દ્ર સરકારને આથી તેની હુકમો (ડાયરેક્શન્સ) આપવા સતા આપવામાં આવે છે. (૪) કમિટી જે નિયમો બનાવે છે તે સંસ્થા બહાર પ્રયોગો કરનાર દરેક વ્યકિતને અને જયાં પ્રયોગો થઇ રહ્યા છે તે સંસ્થાઓ જેના હવાલામાં છે તે વ્યકીતઓને બંધનકર્ત