દાખલ થવા અને તપાસ કરવાની સતા - કલમ:૧૮

દાખલ થવા અને તપાસ કરવાની સતા

તેણે કરેલા નિયમોનુ પાલન થઇ રહયુ છે તે અંગેની ખાત્રી મેળવવાના હેતુથી કમિટી પોતાના કોઇપણ અમલદારોને કે કોઇપણ વ્યકિતને લેખિત કોઇપણ સંસ્થા કે જગા જયાં પ્રયોગ થઇ રહ્યુ છે તેનું ઇન્સ્પેકશન કરવા સતા આપે છે અને આવા ઇન્સ્પેકશનના પરિણામનો તેમણે રિપોટૅ કરવાનો છે અને આવી રીતે અધિકૃત કરવામાં આવ્યા છે તે અમલદારો કે વ્યકિતએ (એ) તે વાજબી ગણે છે તે સમયે પ્રાણીઓ ઉપર પ્રયોગો થઇ રહ્યા છે તે સંસ્થા કે જગામાં દાખલ થવા અને ઇન્સ્પેકશન કરવા અને (બી) પ્રાણીઓ ઉપર પ્રયોગો કરવા સબંધમાં તેમણે જે રેકડૅ રાખ્યુ છે તે રજૂ કરવા કોઇપણ વ્યકિતને ફરજ પાડી શકે છે