રજીસ્ટર કરવા માટે વિધિ - કલમ:૨૩

રજીસ્ટર કરવા માટે વિધિ

(૧) પરફોમીંગ એનીમલ તરીકે પ્રદર્શિત કરવા કે તાલીમ આપવની ઇચ્છા ધરાવતી દરેક વ્યકિત મુકરર સતાવાળાઓને નકકી કરવામાં આવ્યો છે તે ફોમૅમાં અને મુકરર કરવામાં આવી છે તે ફી ચુકવી આપે છે ત્યારે તેને આ કાયદા હેઠળ રજીસ્ટર કરવામાં આવે છે સિવાય કે તે એવી વ્યકિત છે જે કોર્ટે આ પ્રકરણ હેઠળ હુકમ કરવાના કારણે આવી રીતે રજિસ્ટર થવા માટે લાયકાત ધરાવતી નથી. (૨) આ પ્રકરણ નીચે રજીસ્ટર કરવા માટેની અરજીમાં પ્રાણીઓને જે ખેલ કે ચેષ્ટા માટે પ્રદશિત કરવાના છે કે નકકી કરવામાં આવ્યા છે તે પૈકી કયાં કામ માટે તેને તાલીમ આપવાની છે તેવા પ્રાણી અંગે વિગતો જણાવવાની છે અને નિદિષ્ટ સતાએ રાખવાનું છે તે રજિસ્ટરમાં આવી રીતે આપેલી વિગતો દાખલ કરવાની છે. (૩) નિયત કરવામાં આવ્યા છે તે સતાધિકારીએ તેમણે રાખેલા રજીસ્ટરમાં જેનુ નામ જણાય છે તેવી દરેક વ્યકિતને રજિસ્ટરમાં દાખલ કરવામાં આવી છે તે વિગતો પુરાવામાં આવી છે તેવા મુકરર ફોર્મમાં રજિસ્ટ્રેશન સર્ટીફીકેટ આપવાનું છે. (૪) આ પ્રકરણ નીચે રાખવામાં આવ્યું છે તે રજીસ્ટર મુકરર કરવામાં આવ્યુ છે તે ફી ચુકવી આપતા ઇન્સ્પેકશન માટે વ્યાજબી સમયોએ ખુલ્લુ રાખવાનું છે અને નકકી કરવામાં આવી છે તે ફી ચુકવી આપતા કોઇપણ વ્યકિત તેની કોપીઓ મેળવવા અને ઉત્તારા કરવા હકદાર છે. (૫) રજિસ્ટરમાં જે વ્યકિતનું નામ દાખલ કરવામાં આવ્યું છે તે કોટૅ આ કાયદા હેઠળ કરેલા કોઇ હુકમની જોગવાઇઓને આધીન તે હેતુ માટે અરજી કરતા તેના સબંધમાં રજિસ્ટરમાં જે વિગતો આપી છે તેમા ફેરફાર કરી શકે છે અને જયારે પણ આવી વિગતોમાં ફેરફાર કરવામાં આવ્યો છે ત્યારે ચાલુ પ્રમાણપત્ર રદ કરવાનું છે અને નવું પ્રમાણપત્ર કાઢી આપવનુ છે.