પરફોરમીંગ એનીમલ્સ ને પ્રદશિત કરવા તથા તાલીમ આપવાનું અટકાવવા કે તેને સીમીત કરવાની કોટૅની સતા - કલમ:૨૪

પરફોરમીંગ એનીમલ્સ ને પ્રદશિત કરવા તથા તાલીમ આપવાનું અટકાવવા કે તેને સીમીત કરવાની કોટૅની સતા

(૧) કોઇપણ પોલીસ અમલદાર કે કલમ ૨૩માં ઉલ્લેખ છે તે રીતે નિર્દિષ્ટ કરેલા સતાધિકારીઓ લેખિત રીતે સતા એનાયત કરી છે તે અમલદારે કોઇ ફરિયાદ કરવાથી મેજિસ્ટ્રેટને એમ સંતોષ થાય તે રીતે પુરવાર થયું છે કે કોઇપણ પ્રાણીઓના જુદા જુદા પ્રકારના ખેલ કે ચેષ્ટાઓ કરવા પરફોમીંગ એનીમલ ના પ્રદશૅન સાથે બિનજરૂરી દદૅ અને દુઃખ સંકળાયેલુ છે આથી તેને અટકાવવા કે શરતોને આધીન તે માટે રજા મંદી આપવની છે ત્યારે જે વ્યકિતની બાબતમાં આવી ફરિયાદ કરવામાં આવી તેમની સામે હુકમમાં જણાવવામાં આવે છે તે રીતે આવી તાલીમ કે પ્રદશૅન અટકાવવાનુ છે કે તે માટે શરતો નાંખવાની છે તેવો તે વ્યકિત સામે હુકમ કરી શકે છે. (૨) આ કલમ નીચે જે વ્યકિત સામે આવો હુકમ કરવામાં આવ્યો છે ત્યારે જે વ્યકિત સામે હુકમ કર્યં છે તેને જે સતાવાળાઓએ રજીસ્ટર કરી છે તેમને તેવો હુકમ થયો છે તેની બને તેટલી ત્વરાથી હુકમની નકલ મોકલી આપવાની છે અને તે વ્યકિત જે સટીફીકેટ ધરાવે છે તેના ઉપર તે હુકમની વિગતો તેના પર મુકવા (એન્ડોસ) માટે પગલા લેવાના છે અને એવા સહી કે સમથૅન (એન્ડોસૅમેન્ટ) માટે કોટૅને જરૂર છે તેમ લાગે છે ત્યારે તે વ્યકિતને કોટૅ રૂબરૂ રજૂ કરવાની છે અને આ કલમ હેઠળ જે નિર્દિષ્ટ સતાવાળાઓને કે જેમને હુકમની કોપી મોકલી આપવામાં આવી છે તેઓએ તે રજીસ્ટરમાં હુકમની વિગતો દાખલ કરવાની છે.