મકાનમાં દાખલ થવું - કલમ:૨૫

મકાનમાં દાખલ થવું

(૧) કલમ ૨૩માં જેને ઉલ્લેખ છે તેવા નિદિષ્ટ સતાવાળાઓએ લેખિત રીતે જે વ્યકિતને અધિકૃત કરી છે અને સબ ઇન્સ્પેકટરથી ઓછો હોદ્દો ધરાવતા ન હોય તેવા કોઇ પોલીસ અમલદાર (એ) પરફોરમીંગ એનીમલ્સને જે મકાનમાં તાલીમ અપાઇ રહી છે કે પ્રદશિત કરવામાં આવ્યા છે કે પ્રદશિત કરવા કે તાલીમ માટે રાખવામાં આવ્યા છે તે મકાનમાં વાજબી છે તે સમયમાં નિરિક્ષણ કરવા તેમા દાખલ થઇ શકે છે અને તેમા જે કોઇ પ્રાણી મળી આવે છે (બી) તેમને એમ માનવા કારણ છે કે વ્યકિત આવા પરફોરમીંગ એનીમલ્સ નો તાલીમ આપવી કે પ્રદશિત કરવી (ટ્રેઇનર કે એકઝીબીટર) છે ત્યારે તેમને (ઉપરના પ્રાણીઓ અંગેનુ) રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર રજૂ કરવા ફરમાવી શકે છે. (૨) પેટા કલમ (૧) માં જેનો ઉલ્લેખ છે તે પોલીસ ઓફીસર તે વ્યકિત જયારે પરફોમીંગ એનીમલ્સ ના જાહેર ખેલો થઇ રહ્યા છે તે દરમ્યાન આ કલમ હેઠળ સ્ટેજની પાછળ કે તે ઉપર જવા હકદાર નથી.