જે વ્યકિતને દોષિત ઠરાવવામાં આવે છે તેનો માલિકી હકક લઇ લેવાની કોર્ટની સતા
(૧) આ કાયદા હેઠળ કોઇ પ્રાણીના માલિકને જયારે પણ કોઇ ગુના માટે તકસીરવાર ઠરાવવામાં આવ્યા છે તેમને આ રીતે સજા કરવામાં આવી છે ત્યારે કોર્ટે તેને બીજી શિક્ષા આપે છે તેના વધારામાં એવો હુકમ કરી શકે છે કે જે પ્રાણી સબંધે ગુનો કરવામાં આવ્યો છે તે સરકારને જપ્ત કરવું તે સંજોગો નીચે તેમને (કોર્ટને) યોગ્ય લાગે તે રીતે પ્રાણીનો નિકાલ કરવાનો વધારાનો હુકમ કરી શકે છે. (ર) જયાં સુધી આ કાયદા હેઠળ પહેલાના ગુના માટે પુરાવાના આધારે એમ બતાવવામાં આવતુ નથી કે માલિકના ચારિત્ર્ય કે બીજી રીતે જે પ્રાણી સબંધમાં તે દોષિત ઠર્યું છે તે પ્રાણી સાથેની વર્તણૂંક સંબંધમાં એ રીતે જણાતુ નથી કે જો તેને માલિક સાથે રાખવામાં આવશે તો તે વધુ ક્રૂરતાનો ભોગ થઇ પડવાનો સંભવ છે ત્યારે આવો હુકમ કરવાનો નથી. (૩) પેટા કલમ (૧)માં જે જોગવાઇઓ છે તેને બાધ આવે નહિ તે રીતે કોર્ટે એમ પણ હુકમ કરી શકે છે કે આ કાયદા હેઠળના ગુના માટે જે વ્યકિતને ઠરાવવામાં આવી છે તેને સ્થાયી કે હુકમમાં જે સમય નકકી કરવામાં આવ્યો છે તે સમય પુરતો કોઇપણ જાતનો કોઇપણ પ્રાણીનો હવાલો રાખતા કે હુકમમાં જણાવવામાં આવી છે તે મુજબ કોટૅને યોગ્ય લાગે છે તેવી જાત કે સ્પીસીસ (સમાન લક્ષણો દશૅ વે છે તેવા) ના પ્રાણીને હવાલામાં રાખતા રોકવાના છે. (૪) પેટા કલમ (૩)માં જણાવવામાં આવ્યો છે તેવો હુકમ કરાવાનો નથી સિવાય કે (એ) પ્રથમના ગુનેગાર (કન્વીકસન) અંગે પુરાવાથી બતાવવામાં આવ્યું છુ કે ઉપરોકત માલિકના ચારિત્ર્ય કે બીજી રીતે જે પ્રાણી સંબંધમાં તેમને દોષિત ઠરાવવામાં આવ્યો છે તે પ્રાણી સાથે વર્તણૂંક અંગે એમ બતાવવામાં આવ્યું છે કે જો તેને માલિક સાથે રાખવામાં આવશે તો તે વધુ ક્રુરતાનો ભોગ થઇ પડવાનો સંભવ છે (બી) જે ફરિયાદના આધારે તે વ્યકિતને દોષિત ઠરાવવામાં આવી છે તેમા એમ જણાવવામાં આવ્યું છે કે તહોમતદારોને દોષિત ઠરાવવામાં આવે છે તે સંજોગોમાં ઉપર પ્રમાણે હુકમ કરવા માટે વિનંતી કરવાનો ફરિયાદીનો ઇરાદો હતો. લેવુ જરૂરી છે તેવા વિસ્તારમાં જેના સંબંધમાં સજા કરવામાં આવી છે તે ગુનો કરવામાં આવ્યો છે. (૫) તત્પૂરતો અમલમાં છે તેવા કાયદામાં આ વિરૂધ્ધ કોઇપણ જોગવાઇ છે છતા પેટા કલમ (૩) નીચે હુકમ કરવામાં આવ્યો છે તે વ્યકિતને હુકમની જોગવાઇઓથી વિરૂધ્ધ પ્રાણીની કસ્ટડી રાખવાનો કોઇ હક નથી અને કોઇ હુકમની જોગવાઇઓનો તે અનાદર કરે છે. (( શિક્ષાઃ- ત્યારે રૂપિયા સો સુધીના દંડને પાત્ર તે ત્રણ માસ સુધીના સમય માટે કેદની કે બંને સજાને પાત્ર ઠરે છે. )) (૬) પેટા કલમ (3) નીચે જે કોર્ટે હુકમ કર્યું છે તે કોઇપણ સમય પોતાની જાતે કે તેમને આ માટે અરજ પેશ કરવામાં આવી છે ત્યારે આ હુકમ પાછો ખેંચી લઇ શકે છે કે રદ કરી શકે છે.
Copyright©2023 - HelpLaw