કેટલાક કેસોમાં દોષિત હોવાનું માની લેવાનું છે. - કલમ:૩૦

કેટલાક કેસોમાં દોષિત હોવાનું માની લેવાનું છે.

કોઇપણ વ્યકિત ઉપર જયારે કોઇ બકરૂ ગાય કે તેનુ સંતાન કલમ ૧૧ ની પેટા કલમ (૧)ના ખંડ (૧)ની જોગવાઇઓ વિરૂધ્ધ મારી નાંખવાના ગુન્હા માટે તહોમત મૂકવામાં આવ્યુ છે અને ગુનો બન્યાનુ કહેવામાં આવ્યું છે તે સમયે તેવી વ્યકિતના કબ્જામાં આ કલમમાં ઉલ્લેખ છે તેવા પ્રાણીનુ ચામડું કે તેની સાથે મસ્તક જોડાયેલુ છે તેવા ચામડાનો વિભાગ છે ત્યારે તેથી વિરૂધ્ધ પુવાર થતું નથી ત્યાં સુધી એમ માની લેવાનું છે કે આવા પ્રાણીને ક્રૂરતાથી મારી નાખવામાં આવ્યા છે. (( નોંધઃ- પ્રાણીઓને ક્રુરતાથી મારી નાંખવામાં આવ્યુ નથી તે પુરવાર કરવાનો બોજો તહોમતદારેને શીરે છે ))