ઝડતી અને કબજે લેવાની સતા - કલમ:૩૨

ઝડતી અને કબજે લેવાની સતા

(૧) સબ ઇન્સ્પેકટરથી નીચી કક્ષાનો હોદ્દો ધરાવતા ન હોય તેવા પોલીસ અમલદાર કે રાજય સરકારે આ અથૅ અધીકૃત કરી છે તેવી કોઇ વ્યકિતને એમ માનવા કારણ છે કે કોઇપણ આવા પ્રાણી કે જેનો કલમ ૩૦માં ઉલ્લેખ છે તેના સબંધમાં કલમ ૧૧ની પેટા કલમ (૧)ના ખંડ (એલ) નીચે કોઇપણ જગાએ ગુનો બની રહ્યો છે કે બની શકે તેમ હોય કે બનેલહોય કોઇપણ વ્યકિતના કબજામાં આવા પ્રાણીની ચામડી કે જે ચામડી સાથે તેનું માથું જોડાયેલુ છે તે ત્યારે તે તેમા દાખલ થઇ શકે છે અને આ જગા કે બીજી જગ્યા જેમા આવું ચામડુ હોવાનો સંભવ છે તેની ઝડતી લઇ શકે છે કે કોઇ ચામડુ કે આવા ગુના માટે કોઇ વસ્તુ કે ચીજ આ માટે વાપરવામાં આવી છે કે વાપરવાનો ઇરાદો છે તેને કબ્જામાં લઇ શકે છે. (૨) જયારે પણ કોઇ પોલીસ અમલદાર કે આ હેતુ માટે રાજય સરકારે અધિકૃત કરી છે તેવી કોઇ વ્યકિતને એમ માનવા કારણ છે કે તેની હકુમતમાં છે તે હદમાં કોઇ પ્રાણી ઉપર કૂકડા કે દુમદેવ કરવામાં આવ્યું છે કે કરાઇ રહ્યુ છે ત્યારે આવું પ્રાણી જે જગ્યામાં છે તેમ માનવાને કારણ છે તે જગ્યામાં તે દાખલ થઇ શકે છે અને પ્રાણીનો કબ્જો લઇ શકે છે અને પ્રીને કબ્જે લેવામાં આવ્યું છે તે વિસ્તાર હકૂમત ધરાવતા તે પશુ ચિકિત્સક (વેટરનરી ડોકટર) સમક્ષ તપાસ માટે રજૂ કરવામાં આવશે.