સચૅ વોરંટ (ઝડતી વોરંટ) - કલમ:૩૩

સચૅ વોરંટ (ઝડતી વોરંટ)

(૧) કોઇપણ પહેલા કે બીજા વગૅના મેજીસ્ટ્રેટ કે પ્રેસીડન્સી મેજીસ્ટ્રેટ કે સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ કે કમિશ્નર ઓફ પોલીસ કે ડીસ્ટ્રીક સુપ્રીન્ટેન્ડન્ટ ઓફ પોલીસને લેખિત બાતમી મળે છે અને તેમને યોગ્ય લગે છે તેવી તપાસ પછી તેમને એમ માનવા કારણ કે છે કાયદા હેઠળ ગુનો બની રહ્યો છે કે બનવા સંભવ છે કોઇ જગામાં બન્યો છે ત્યારે તેઓ જાતે તે જગામાં દાખલ થઇ શકે છે ઝડતી લઇ શકે છે કે સબ ઇન્સ્પેકટરથી ઓછો હોદ્દો ધરાવતા ન હોય તેવા પોલીસ અધિકારીને વોરંટ કાઢી આપી અધિકૃત કરી શકે છે. (૨) ઝડતીને લગતી ફોજદારી કાયૅરીતિ અધિનિયમ ૧૮૯૮ ની જોગવાઇઓ જયાં સુધી તે જોગવાઇઓ લાગુ કરી શકાય તેમ છે ત્યાં સુધી અને કાયદા હેઠળની ઝડતીઓને લાગુ પાડવાની છે.