તપાસના હેતુ માટે કબ્જે લેવાની સામાન્ય સતા - કલમ:૩૪

તપાસના હેતુ માટે કબ્જે લેવાની સામાન્ય સતા

કોન્સ્ટેબલથી ઉપરની પદવીના છે તેવા કોઇ પોલીસ અમલદાર કે આ માટે રાજય સરકારે અધિકૃત કરી છે તેવી કોઇ વ્યકિતને એમ માનવા કારણ છે કે કોઇ પણ પ્રાણીના સબંધમાં આ કાયદા વિરૂધ્ધનો ગુનો બન્યો છે કે બની રહ્યો છે કે જયારે તેના મતે એમ લાગે છે કે પ્રાપ્ત સંજોગોમાં એમ કરવું જરૂરી છે ત્યારે તે પ્રાણીનો કબ્જો લઇ શકે છે અને આવા પોલીસ અમલદાર કે અધિકૃત વ્યકિત તરફથી જયારે પ્રાણીનો કબ્જો લેવામાં આવે છે ત્યારે તે જેના હવાલામાં છે તે વ્યકિતને તપાસ કરવા માટેની જગા સુધી તેની સાથે આવવા હુકમ કરી શકે છે.