
પ્રાણીઓની માવજત અને સંભાળ
(૧) સામાન્ય અગર ખાસ હુકમથી રાજય સરકાર આ કાયદા વિરૂધ્ધ જે પ્રાણીઓના સંબંધમાં ગુનો કરવામાં આવ્યો છે તેમની સારસંભાળ અને માવજત માટે ખોડા ઢોર સંસ્થા (ઇન્ફર્મેરીઝ) એટલે ઘડપણ કે ખોડાં ઢોરની સંભાળ લેવા માટે સંસ્થાઓ ઉભી કરે છે અને મેજિસ્ટ્રેટ રૂબરૂ રજૂ કરવામાં આવે છે ત્યાં સુધીના સમય માટે પ્રાણીને ત્યાં રાખવા સતા આપે છે. (૨) આ કાયદા વિરૂધ્ધના ગુના માટે જેમની સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવી છે કે મેજિસ્ટ્રેટ પ્રસ્તુત પ્રાણીને આવી ખોડા ઢોર સંસ્થા માં તેની માવજત કે સારસંભાળ લેવા માટે જયાં સુધી તે પ્રાણી તેનું દરરોજનું કામ કરવા સશકત છે કે બીજી રીતે તેને છૂટા કરવાનુ યોગ્ય છે કે પછી તેને પાંજરા પોળમાં મોકલવા કે આ પ્રાણી જયાંથી મળી આવ્યુ છે તે એરીઓના હવાલામાં છે પશુ ચિકિત્સક (વેટરનરી ડોકટર) કે આ કાયદા નીચે કરવામાં આવ્યા છે તે નિયમોથી અધિકૃત કરવામાં આવ્યા છે તે બીજા વેટરનરી ડોકટર એમ સટીફીકેટ આપે છે કે તેને સાજું કરવાનુ શકય નથી કે ક્રુરતાનો આશરો લીધા સિવાય તેને ખસેડી શકાય તેમ નથી તયારે તેની નાશ કરવા હુકમ કરી શકે છે ત્યાં સુધી તેને તેમા રાખવા હુકમ કરી શકે છે. (૩) તેની માવજત અને સારસંભાળ માટે ખોડા ઢોર સંસ્થા (ઇન્ફમૅરીઝ) માં મોકલવામાં આવ્યું છે તે પ્રાણીને જયાં સુધી મેજીસ્ટ્રેટ તેને પાંજરા પોળમાં મોકલવા કે તેનો નાશ કરવા હુકમ કરે છે તેને તે જગ્યામાંથી છુટુ કરવાનું નથી જય૦ ૦ ૦ ' સુધી ખોડા ઢોર સંસ્થા (ઇન્ફમૅરીઝ) જે એરીઆમાં આવી છે તેનો હવાલો ધરાવે છે તેવા વેટરનરી અમલદાર તેને યોગ્યતાનું કે છૂટ કરવા માટેનુ સર્ટીફીકેટ ઇસ્યુ કરે છે. (૪) પ્રાણીને ખોડા ઢોર સંસ્થા કે પાંજરા પોળમાં લાવવા લઇ જવા કે તેની ખાધા ખોરાકી અને ખોડા ઢોર સંસ્થા (ઇન્ફમૅરીઝ) માં તેની માવજતનું ખચૅ ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ કે પ્રેસીડન્સી ટાઉન્સમાં કમિશનર ઓફ પોલીસ ઠરાવી આપે છે તેના દર પ્રમાણમાં ધોરણે માલિકે ચૂકવી આપવાનુ છે. જે કે પ્રાણીના માલિકની ગરીબાઇને ઘ્યાનમાં લઇ મેજીસ્ટ્રેટ એમ હુકમ કરે છે ત્યારે પ્રાણીની માવજત માટે કોઇ ખચૅ લેવાનુ નથી. (૫) પેટા કલમ (૪) નીચે પ્રાણીના માલિકને જે રકમ આપવાની થાય છે તેની લેન્ડ રેવન્યુની બાકીની થાય છે તે રીતે વસુલાત કરવાની છે. (૬) મેજીસ્ટ્રેટ ફરમાવે છે તે સમયમાં માલિકે પ્રાણીને ખસેડવા ના પાડે છે કે તે માટે બેદરકારી દાખવે છે ત્યારે મેજીસ્ટ્રેટ એમ હુકમ કરી શકે છે કે પ્રાણીને વેચી દેવું અને વેચાણકિંમતને આ ખચૅ પેટે વસુલ લેવી (૭) વેચાણની તારીખથી બે માસના સમયમાં વેચાણ કરનાર અરજી કરી હોય તો તે રકમ ચૂકવવી જોઇએ.
Copyright©2023 - HelpLaw